લાલૂ પ્રસાદ યાદવના પુત્ર અને આરજેડીના ભૂતપૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે મુખ્યમંત્રી બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આ નિવેદન બાદ બિહારમાં ફરી હલચલ તેજ થઇ છે. તેઓએ જાહેરમાં પોતાની ઇચ્છા દર્શાવી છે. તેજ પ્રતાપે રાહુલ ગાંધી અને પોતાના નાના ભાઇ તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા હતા. અને કહ્યુ હતુ કે, આ લોકો નાટક કરી રહ્યા છે. અને મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનું શરુ કર્યુ છે.
તેજ પ્રતાપ યાદવનો મોટો દાવો
રાજનીતિમાં નિવેદનબાજી હમેંશા ચર્ચાનો વિષય રહી છે. આ વખતે તેજ પ્રતાપ યાદવ ચર્ચામાં રહ્યા છે. તેઓ પોતાની અંગત જિંદગી, પારિવારિક ઝઘડાઓ અને લાલૂ પ્રયાદ યાદવ સાથેના ઘમાસાણ મુદ્દે કેન્દ્રમાં રહ્યા છે. તેઓએ હાલમાં જનતાનું સંબોધન કર્યુ હતુ. અન પોતાને બિહારના સીએમ તરીકે જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ સીએમ બનીને તેમના પિતાની જેમ કાર્ય કરવા ઇચ્છે છે. આ નિવેદન બાદ ચર્ચા તેજ થઇ છે કે, તેમની નજર સીએમની ખુરશી પર છે. આ નિવેદન તેમના વ્યક્તિગત સપનાઓ જનતા સમક્ષ મુકે છે. તેજ પ્રતાપે સાથે જ કહ્યુ હતુ કે, તેજસ્વી એ લાયક નથી કે તેઓ સીએમ બની શકે. તેઓ મુખ્ય મુદ્દાઓથી ભટકી ચુક્યા છે.
રાહુલ ગાંધી પર પ્રહાર
તેજ પ્રતાપ યાદવે રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો હતો. રાહુલ અને તેજસ્વીની જોડી માત્ર ડ્રામા કરી રહી છે. તેમને સત્યની જાણ નથી. જેના કારણે બિહારની અસલી મુશ્કેલીઓ પર ધ્યાન આપી શકાતુ નથી. તેજ પ્રતાપે આ નિવેદન એટલા માટે આપ્યુ છે, કારણ કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બન્ને મળીને બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' યોજી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવની સીએમ બનવાની ઇચ્છા અને સાથે જ તેજસ્વી યાદવ તથા રાહુલ ગાંધી પર કરેલા પ્રહારો રાજનૈતિક પ્રશ્નો ઉભા કરે છે. તેજ પ્રતાપ યાદવનો રાજનીતિ અને અંગત જીવનમાં વિવાદ સાથે નજીકનો સંબંધ રહ્યો છે.