પીએમ મોદી આજથી વિદેશ યાત્રા પર જઇ રહ્યા છે. તેઓ સૌ પ્રથમ જાપાન જશે. જાપાનમાં બે દિવસ પ્રવાસ કરીને બાદમાં ચીનની મુલાકાત લેશે. પીએમ મોદી 7 વર્ષ બાદ ચીન યાત્રા પર તિયાનજિનમાં SCO શિખર સંમલેનમાં ભાગ લેશે. ચીન પ્રવાસ પર શી જિનપિંગ અને પુતિન સહિત 20 નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે.
પીએમ મોદીનો વિદેશ પ્રવાસ
પીએમ મોદી એસસીઓ એટલે કે શંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેશે. લગભગ 7 વર્ષ બાદ પીએમ મોદી ચીનના પ્રવાસે જઇ રહ્યા છે. પીએમ મોદી 29 અને 30 ઓગસ્ટ સુધી જાપાનની મુલાકાતે છે. અને બાદમાં પીએમ મોદી 31 ઓગસ્ટથી લઇને 1 સપ્ટેમ્બર સુધી ચીનમાં રહેશે. પીએમ મોદીની ચીન અને જાપાન યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે અમેરિકા ભારત પર ટેરિફનો બોજ નાંખી રહ્યુ છે. અને રશિયા સાથે પોતાના સંબંધો ખત્મ કરવા દબાણ કરી રહ્યુ છે.
ઐતિહાસિક મુલાકાત અને બેઠક
તો આ તરફ, ભારત અને ચીન વર્ષ 2020થી પોતાના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઓછો કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે SCO એવો મંચ છે જ્યાં રશિયા, જાપાન અને ભારત એક સાથે જોવા મળશે. પીએમ મોદી છેલ્લી વાર શી જિનપિંગ અને પુતિનને રશિયાના કઝાનમાં BRICS શિખર સંમેલનમાં જોવા મળ્યા હતા. શી જિનપિંગ તિયાનજિનમાં ક્ષેત્રીય સુરક્ષા સભામાં 20થી અધિક વિશ્વ નેતાઓની મેજબાની કરશે. આ મંચને ગ્લોબલ સાઉથ એક્તાના પ્રદર્શનના રૂપમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
અમેરિકામાં હલચલ કેમ ?
જ્યાં એક તરફ, ટ્રમ્પ ટેરિફના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. તેવામાં ભારત, રશિયા અને જાપાન એકસાથે એક મંચ પર આવી રહ્યા છે. આ સંમેલનમાં મધ્ય એશિયા, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના નેતા પણ ઉપસ્થિત રહેશે. ચીન વિદેશ મંત્રાયલના જણાવ્યા મુજબ, આ વર્ષની બેઠક SCOના ઇતિહાસમાં સૌથી મોટી બેઠક ગણવામાં આવશે. વર્ષ 2001માં તેની સ્થાપના કરવામાં આવશે. બેઠકમાં આતંકવાદ, આર્થિક નીતિ, રણનીતિ અને સેના સહયોગના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.