વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂણે પુલ દુર્ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યુ છે. સાયપ્રસ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાના સમાચાર મળતા જ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાતચીત કરી. આ દરમિયાન તેમને મુખ્યપ્રધાન ફડણવીસ પાસેથી રાહત અને બચાવ કામગીરીની જાણકારી પણ લીધી છે. તમને જણાવી દઈએ કે પૂણેના તલેગાંવમાં થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. જેમાં 6 લોકોની સ્થિતિ ગંભીર છે.



ઈન્દ્રાયણી નદી પર પુલ તુટી પડવાની ઘટનાથી ખુબ દુ:ખી: અમિત શાહ

ત્યારે કેટલાક લોકો ગુમ થયા છે, તે તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટના મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમને કહ્યું કે પૂણેના તાલેગાંવમાં ઈન્દ્રાયણી નદી પર પુલ તુટી પડવાની ઘટના ખુબ જ દુ:ખી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સાથે અમિત શાહે વાતચીત કરી અને સ્થિતિ વિશે જાણકારી લીધી છે. જે પરિવારજનોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

એલર્ટ મોડ પર તમામ એજન્સીઓ: CM ફડણવીસ

ઈન્દ્રાયણી નદી પર પુલ ધરાશાયી થવાની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. કેટલાક લોકો પાણીમાં વહી ગયા છે, તેથી યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થિતિ પર NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.


  • Follow us on: