દિલ્હીમાં પત્રકારો સાથે વાત ચીત દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે મતદાન છેતરપિંડીથી થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ ગોટાળા થયા છે.ત્યાંની વસ્તી કરતા વધુ મતદાન થયું છે.


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મોટું નિશાન સાધ્યુ છે. દિલ્હીમાં પત્રકારને સંબોધતા રાહુલે ચૂંટણી આયોગ પર અનેક સવાલ ઉઠાવ્યા છે. વોટર લિસ્ટ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે છેતરપિંડી દ્વારા વોટ નાખવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણી પર વાત કરતા તેમણે કહ્યુ કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ છેતરપિંડી થઇ છે. મહારાષ્ટ્રની આબાદી કરતા વધારે વોટ પડ્યા છે. રાહુલે કહ્યુ કે, છેલ્લાં 5 મહિનામા વધારે વોટ જોડવામાં આવ્યા. એક્ઝિટ પોલ કઇક અલગ આવે છે પરિણામો પણ કઇક અલગ આવે છે. બીજેપી અને ચૂંટણી પંચ બંને મળેલા છે.



મતદાર પરચીમાં ખામીઓ ગણાવી

રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા ઘણી મતદાન પરચીઓ બતાવી, ઘણી પરચીઓમાં મતદાતાના પિતાનુ નામ મિક્સ અંગ્રેજી આલ્ફબેટમાં લખ્યુ હતુ. ઘણી પરચીઓમાં હાઉસનંબર ઝીરો હતુ. તો ઘણામાં મતદાતાઓનો ફોટો જ નહોતો. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે આ વોટોની ચોરી છે.


  • Follow us on: