હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતની સાથે ભારે વરસાદ અને તોફાને તબાહી મચાવી છે. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્ખૂએ શુક્રવારે જણાવ્યું હતું કે ચોમાસુ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 69 લોકોના મોત નિપજ્યા છે. 37 લોકો લાપતા છે અને 110 લોકો ઘાયલ થયા છે. આ સિવાય રાજ્યમાં લગભગ 700 કરોડ રુપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વરસાદ શરૂ થયા પછી રસ્તાઓ, પાણીની યોજનાઓ, વિજળીના તારો અને થાંભલાઓને ભારે નુકસાન થયું છે. વિજળીના થાંભલાઓ ઉડી ગયા છે, જેનાથી વિજળી કટ થઈ ગઈ છે.
14 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના
મળતી માહિતી પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ હિમાચલમાં ભારે વરસાદને કારણે તબાહીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ વિશે વાત કરી હતી. તેમણે રાજ્યને દરેક બનતી કોશિશ કરવાનું આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે ગૃહમંત્રી સાથે મારી વાત થઈ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અમને પુરી મદદ કરશે. નુકસાનની માહિતી લેવા માટે આજે કેન્દ્રીય ટીમ હિમાચલ પહોંચી રહી છે. મુખ્યમંત્રીએ તે પણ જણાવ્યું હતું કે રાજ્યમાં 14 જગ્યાઓ પર વાદળ ફાટવાની સમસ્યા સામે આવી છે.
સીએમએ જણાવ્યું હતું કે શિમલાના એક હોર્ટિકલ્ચર કોલેજમાં ફસાયેલા 92 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આફતોથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના જતાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ સરકાર પિડીતના પરિવારો સાથે ઉભી છે. તેમણે નિર્ણય લીધો છે કે જે પરિવારોના ઘરને નુકસાન થયુ છે તેમને ભાડાના ઘરમાં રહેવા માટે 5000 રુપિયાની સહાયતા કરવામાં આવસે.