દિલ્હી-એનસીઆરના લોકો ભેજવાળી ગરમીથી પરેશાન છે, ત્યારે ભારે વરસાદને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​એટલે કે શુક્રવારે દેશના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગના કહ્યા અનુસાર આવનારા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, અંદમાન નિકોબારમાં ભારે વરસાદનું એલર્ટ છે. આ દરમિયાન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. 

પશ્ચિમ બંગાળના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ બંગાળના જિલ્લાઓ ઉત્તર 24 પરગણા, પુરુલિયા, પૂર્વ અને પશ્ચિમ વર્ધમાન, ઝારગ્રામ, બાંકુરા અને હુગલીમાં 1 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. 29 જૂને દક્ષિણ 24 પરગણા અને 30 જૂને પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર, ઝારગ્રામ, બાંકુરા અને હુગલીમાં ભારે વરસાદની આગાહી છે.

આંધ્ર પ્રદેશમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે શુક્રવારથી આગામી પાંચ દિવસ સુધી આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી, ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરી છે. IMD અનુસાર આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 

ઉત્તરપૂર્વ ભારતનું હવામાન

આગામી 7 દિવસ દરમિયાન, ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ ભારે પવન સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું હતું કે શુક્રવારે કેરળ અને તમિલનાડુમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 28-30 જૂન દરમિયાન કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના યાનમ, રાયલસીમામાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

  • Follow us on: