શિલોન્ગમાં રાજ અને સોનમને સામસામે બેસાડીને એસઆઇટી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સોનમે હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે,. એસઆઇટીની પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એસઆઇટીએ સોનમ વિરુદ્ધ પુરાવા બતાવ્યા જે બાદ સોનમે પોતાનો ગુનો કબૂલી લીધો.
સોનમ ભાંગી પડી
પોલીસે પુરતા પુરાવા સાથે રાજ અને સોનમને સામ સામે બેસાડીને પૂછપરછ કરી. જેથી હવે સોનમ પાસે સંતાડવા જેવો કોઇ વિકલ્પ જ ન હતો. મેઘાલય પોલીસે ઓપરેશન હનીમૂન હેઠળ શિલાંગના સોહરામાં થયેલી રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો. પોલીસે સોનમને રાજ કુશવાહાની સામે બેસાડીને પૂછપરછ કરી. 42 સીસીટીવી ફૂટેજ, લોહીથી ખરડાયેલુ જેકેટ અને સોનમના રેઇનકોટને પુરાવા તરીકે સામે રાખ્યા.
સોનમે કબૂલ્યો ગુનો
પુરાવાનું દબાણ કરતા સોનમ ભાંગી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. જે બાદ રાજ કુશવાહા અને 3 કિલર્સ આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફ વિક્કી ઠાકુર અને આનંદ કુર્મીને સાથે મળીને રાજાની હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતું.
સોનમનો ભાઇ પહોંચ્યો રાજાના ઘરે
રાજા રઘુવંશી હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. હવે સોનમ રધુવંશીનો ભાઈ ગોવિંદ રધુવંશી ઈન્દોરમાં રાજાના ઘરે પશ્ચાતાપ કરવા પહોંચ્યો છે. ગોવિંદે હાઈ વોલ્ટેડ ડ્રામા વચ્ચે મિડીયાની સામે કહ્યું છે કે, જેણે હત્યા કરી તેને ફાંસી મળશે. હું તેના હત્યારાને ફાંસી અપાવીશ.
રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ જણાવ્યું હતું કે ગોવિંદ રવિવારે ઈન્દોર આવ્યો હતો અને તેને આ હત્યા વિશે કોઈ જાણકારી નહોતી. વિવિને કહ્યું કે અમે ગોવિંદને આ ઘટના વિશે વાત કરી કારણકે તે આ ઘટનાથી અજાણ હતો. મેઘૈાલય પોલીસે સોનમ, રાજ કુશવાહા અને ત્રણ સોપારી કીલર્સની ઘરપકડ કરી છે. પરંતુ ગોવિંદની ભૂમિકા પર કોઈ પ્રુફ મળ્યા નથી. રાજાનો પરિવાર અને રધુવંશી સમાજ હત્યારા માટે ફાંસીની માંગ કરી રહ્યા છે.