મધ્યપ્રદેશના ઇંદોરમાં રહેનારા રાજા રઘુવંશીની હત્યા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે. કારણ કે તેના મૃતદેહ બાદ આજે તેની પત્ની જીવિત મળી આવી છે. જેથી એવી લોકોને આશા હતી કે રાજાનું મર્ડર થયુ કે પછી થયુ શું. તેને લઇને તેની પત્ની સોનમનું શું કહેવુ છે તે અંગે એક માહિતી સામે આવી છે.
મને કિડનેપ કરવામાં આવી- સોનમ
એક તરફ મેઘાલયના ડીજીપી એમ કહી રહ્યા છે કે સોનમે જ તેના પતિની હત્યાનું ષડયંત્ર રચ્યુ. પરંતુ સોનમ કંઇક બીજી જ સ્ટોરી કહી રહી છે. પોલીસની થિયરી મુજબ સોનમ રઘુવંશીની રાજા નામના એક શખ્સ સાથે અફેર હતુ અને તેણે રાજા સાથે મળીને હત્યારાને સોપારી આપીને રાજા રઘુવંશીની હત્યા કરાવી દીધી. પરંતુ આ મામલે એક મોટો ખુલાસો થયો છે. સોનમનું કહેવુ છે કે તે ઢાબા પર પહોંચી તે પહેલા તેને કિડનેપ કરવામાં આવી હતી.
ઢાબા સંચાલક પાસે સોનમે માંગ્યો ફોન
જ્યારે સોનમ ઢાબા પર પહોંચી તો તેણે ઢાબાવાળા પાસેથી ફોન લઇને તેના ભાઇને કોલ કર્યો હતો. ઢાબાવાળાનું કહેવુ છે કે સોનમ અહીં આવી ત્યારે બહુ ડરેલી હતી. સોનમ ઢાબાવાળા ભાઇ સાહિલને કહ્યુ કે શિલોન્ગમાં તેની સાથે લૂંટ થઇ. તેની આંખો સામે જ તેના પતિની હત્યા કરી દેવામાં આવી. ઢાબા સંચાલકે કહ્યું કે જ્યારે તેણે કોલ કર્યો ત્યારે સોનમ ધ્રસકેને ધ્રુસકે રડતી હતી. તેણે ફોન પર હેલો ભૈયા તેમ કહી રહી હતી. તેણે ઢાબા સંચાલક સાહિલ સાથે પણ તેના ભાઇની વાત કરાવી અને ઢાબાનું એ઼ડ્રેસ આપ્યુ. તેણે કહ્યું કે હું જલ્દી ત્યાં પહોંચી રહ્યો છું પછી ફોન કટ થઇ ગયો.
મારી સામે જ મારા પતિને..
સાહિલથી રહેવાનું નહી અને તેણે સોનમને વધુ પૂછ્યુ તો સોનમે કહ્યું કે લગ્ન બાદ તે તેના પતિ સાથે મેઘાલય ફરવા આવી હતી. પરંત અહીં દાગીના લૂંટવાનો પ્રયાસ થયો. કેટલાક લૂંટારૂ નજીર આવ્યા અને ઝવેરાત લૂંટી લીધા, જે બાદ સોનમની સામે જ તેના પતિ રાજાની હત્યા કીર દેવામાં આવી. હત્યા દરમિયાન સોનમ બેહોશ થઇ ગઇ હતી. તેને ત્યાંથી ઉઠાવીને લઇ ગયા. તે લૂંટારૂઓએ તેને એક રૂમમાં પુરી દીધી. પછી જ્યારે સાહિલે તેને પૂછ્યુ કે તું અહી ંસુધી કેવી રીતે પહોંચી તો સોનમ કંઇ બોલી નહી.. મહત્વનું છે કે સોનમ 1 વાગે ઢાબા પર પહોંચી હતી અને પોલીસ 3 વાગે આવી હતી.