ઇંદોરના રાજા રઘુવંશી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જે બાદ પત્નીને પોલીસ શોધી રહી છે. તે જીવતી છે. પોલીસનું માનીએ તો પત્ની સોનમે જ રાજાની હત્યા કરાવી છે. જો કે હજુ આ અંગે તેનુ કોઇ નિવેદન સામે આવ્યું નથી. હાલ તેનું મેડિકલ થઇ રહ્યું છે. આ ઉપરાંત 3 લોકોને પોલીસે એરેસ્ટ કરી લીધા છે.
કાશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો
11મે,2025ના રોજ તેઓએ લગ્ન કર્યા. લગ્ન બાદ તેઓએ હનીમૂન જવાનો પ્લાન બનાવ્યો. જેમાં આસામ અને કામાખ્યા દેવી મંદિર જવાનું નક્કી કર્યુ. બંને 20મેના રોજ આસામના કામાખ્યા દેવી મંદિર પહોંચ્યા. ત્યાંથી કાશ્મીર જવાને બદલે મેઘાલય જવાનો પ્લાન કર્યો. તેઓ 20મેના રોજ મેઘાલય પહોંચ્યા.
22મેના રોજ કુલ ભાડાના સ્કૂટર પર માવલખિયાત ગામ પહોંચ્યા. ત્યાંથી તેઓ નોંગ્રિયાટ ગામના પ્રસિદ્ધ લિવિંગ રૂટ બ્રિજ જોવા 3 હજાર સીડીઓ ઉતરીને ગયા. તેઓ રાત્રે એક હોમસ્ટેમાં રોકાયા. ત્યાંથી 23 મેના રોજ સવારે નીકળી ગયા અને બંને લોકોની પછી ભાળ મળી નહી.
ગાઇડે જોયા હતા છેલ્લીવાર..
ગાઇડ ભાકુપાર વાંશાઇએ જણાવ્યું કે તેઓએ મને 22 મેના રોજ ફોન કર્યો હતો ત્યારે 3.30 વાગ્યા હતા. હું શિપારા હોમસ્ટે સુધી તેઓની સાથે હતો. પછી ત્યાંથી હું જતો રહ્યો. અન્ય એક ગાઇડ અલ્બર્ટ પડે તેની સાથે હતો. ભાકુપાર વાંશાઇએ જણાવ્યું કે અમે 23મેના રોજ પણ સેવા આપવાનુ કહ્યું તો બોલ્યા કે અમને રસ્તો ખબર છે.
23મેના રોજ તેઓ હોમસ્ટેમાંથી નીકળી ગયા. અલ્બર્ટ પડેએ તેમની છેલ્લીવાર જોયા હતા. તેમણે કપલની સાથે 3 લોકો પણ જોયા હતા. તેને લાગ્યુ કે આ તો પર્યટક છે. જે બાદ સોનમ અને રાજા બંને ગુમ થઇ ગયા. અલ્બર્ટ પડેના જણાવ્યા મુજબ રાજા-સોનમને જ્યારે તેણે જોયા ત્યારે ચાર પુરુષો તેઓની આગળ ચાલી રહ્યા હતા અને જ્યારે મહિલા પાછળ હતી.
4 પુરુષો હતા તેઓની સાથે -ગાઇડ
4 પુરુષો હિંદીમાં વાત કરી રહ્યા હતા પરંતુ હું માત્ર અંગ્રેજી જ જાણુ છું. ગાઇડએ દાવો કર્યો કે જ્યારે તેઓ માવવાખેત પહોંચ્યો ત્યારે તેનું સ્કૂટર ત્યાં ન હતું.બંનેની શોધખોળ ચાલતી હતી તે દરમિયાન સોનમે સાસુ સાથે વાત કરી જેમાં સાસુ તેને પૂછે છે કે જમ્યુ કે નહી. ત્યારે સોનમ કહે છે કે અહીં કશું મળતુ નથી. વાતચીત આગળ ચાલે છે પછી ફોન કટ થઇ જાય છે.
2 જૂનના રોજ રાજાની ડેડબોડી વેઇસાવડોન્ગ ઝરણાની પાસેથી ખાઇમાંથી મળી. રાજાના ભાઇ વિપિને શબની ઓળખ કરી. તેના હાથ પર રાજા લખેલુ છે. શરૂઆતમાં લાગ્યુ કે એક્સિડન્ટ છે પણ પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. રાજા રઘુવંશીના ભાઇનું કહ્યું માનીએ તો તેઓ જે વિસ્તારમાં ગયા હતા તે વિસ્તાર ગુના માટે કુખ્યાત છે. આ વિસ્તાર લગભગ બાંગ્લાદેશ નજીક પડે છે. અહીં આવનારા કપલમાંથી લડકીને બંધક બનાવીને બાંગ્લાદેશ લઇ જાય છે.
ગાઝીપુરથી ઝડપાઇ સોનમ
પોલીસ ટીમ બનાવીને સોનમની તપાસ કરતી રહી. સાત દિવસ બાદ પોલીસને તેમાં સફળતા મળી. 9 જૂનના રોજ સોનમને યૂપીના ગાઝીપુરમાંથી પકડી લેવામાં આવી. જેની પુષ્ટિ ગાજીપુરના એડીશનલ એસપી જ્ઞાનેન્દ્ર પ્રસાદે કરી છે. મેઘાલયના ડીજીપીએ કહ્યું કે રાજા મર્ડર કેસમાં તેની પત્ની સોનમનો જ હાથ હતો. તેણે રાજાને મારવા માટે કિલર્સ ભાડે મંગાવ્યા હતા.
1 ફોન કોલમાં પકડાઇ સોનમ
ઢાબા સંચાલકના જણા્વ્યા મુજબ સોનમ ઢાબા પર રાત્રે 1 વાગે આવી. તેણે આવીને મોબાઇલ ફોન માગ્યો અને તેના ઘરના લોકો સાથે વાત કરી. ત્યારે મને ખબર પડી કે આ તો એજ સોનમ છે જે છેલ્લા 7 દિવસથી ગુમ હતી. મે તેમને કહ્યું કે તમે બેસો હું પોલીસને બોલાવુ છું. પોલીસ આવી અને દીદીને લઇને જતી રહી . મારા મોબાઇલમાં મે સોનમે કરેલો ફોન નંબર સેવ કરીને રાખ્યો હતો.
પોીલસે મધ્યપ્રદેશમાં રહેનારા 3 હુમલાખોરોને ઝડપી લીધા સાથે એકની શોધખોળ ચાલી રહી છે. ગાઝીપુર પોલીસને સોનમ રઘુવંશી યુપીના એક ઢાબા પરથી મળી જે દયનીય સ્થિતિમાં હતી. તેણે હજી આ ઘટનાને લઇને કંઇ કહ્યું નથી. સોનમે પરિવારનો સંપર્ક કરવા માટે ફોનનો ઉપયોગ કર્યો તેના દ્વારા પોલીસ સોનમ સુધી પહોંચી. હાલ સોનમનું મેડિકલ કરવામાં આવી રહ્યુ છે. હવે જોવાનું રહેશે કે શું શું ખુલાસા થાય છે.













