વર્ષ 2025માં પત્નીની બેવફાઇ અને સંબંધોની હત્યા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અત્યાર સુધી તો આપણે પતિ-પત્નીની ક્રુરતા પૂર્વક હત્યા કરે તેવું સાંભળ્યુ કે વાંચ્યુ હશે 2025માં તો પેટર્ન જ બદલાઇ ગઇ. મેરઠમાં સૌરભ હત્યાકાંડ હોય કે પછી બિજનૌરનો દીપક કુમાર હત્યા કેસ, હમણાનો ઇન્દોરનો કિસ્સો ખુબ ચર્ચામાં છે જેમાં રાજા રઘુવંશીની હત્યા કરી છે અને આરોપ તેની પત્ની સોનમ પર આવ્યો છે, જેની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોરના રાજા રઘુવંશીએ સોનમ સાથે લગ્ન કર્યા હતા અને હનીમૂન માટે મેઘાલય ગયા હતા.


આઓ આવાજ કેટલાક ચકચારી કાંડ અંગે જાણીએ

સૌરભ હત્યાકાંડ અને વાદળી ડ્રમ

સંબંધોનુ ખુન વિશ્વાસની હત્યા થઇ હોય તેવી આ પહેલી ઘટના નથી. મેરઠમાં સૌરભ હત્યાકાંડ યાદ જ હશે. 3 માર્ચે મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી હતી. તેના મૃતદેહના અનેક ટુકડાઓ કરીને વાદળી ડ્રમમાં સીમેન્ટ સાથે નાંખી દીધુ હતો. પછી મુસ્કાન અને સાહિલ ફરવા ઉપડી ગયા હતા. જ્યારે બંને પરત ફર્યા ત્યારે સૌરભની હત્યાનો ખુલાસો થયો. હાલમાં બંને જેલની હવા ખાઇ રહ્યા છે.

સર્પે દંશ દીધાનુ નાટક અને પતિની હત્યા

મેરઠમાં અમિત કુમારની હત્યા તેની પત્ની રવિતા અને પ્રેમી અમરદીપ સાથે મળીને હત્યાને દૂર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. રવિતાએ અમિતના મૃતદેહની પાસે સાપ રાખ્યો હતો દેથી એવુ લાગે કે અમિતનું સર્પ કરડવાથી મોત થયુ છે. પોસ્ટમોર્ટમથી જુઠાણુ પકડાયુ.

રેલવે કર્મચારીની પત્નીએ કરી હત્યા

બિઝનૌરમાં એક પત્નીએ તેના પતિની કરૂણ હત્યા કરી દીધી હતી. રેલવે કર્મચારી દીપક કુમારનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પત્ની શિવાનીઅ સાસરીમાં કહ્યુ કે દીપકનું હાર્ટ એટેક થી મોત થયુ છે. દીપકનું ગળુ દબાવી થઇ હતી હત્યા

પ્રેમી સાથે મળીને પારૂલે કરાવી પતિની હત્યા

આ વર્ષે માર્ચમાં એક પત્નીએ પતિની હત્યા કરી હતી. 13 માર્ચે હોળીના દિવસે મકરેન્દ્ર પોતાની પત્નીની દવા લેવા માર્કેટ ગયો હતો પણ પરત ન આવ્યો. 15 માર્ચે મકરેન્દ્રનો મૃતદેહ અમરોહાથી મળ્યો હતો.


  • Follow us on: