ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા ચઢાવા અને વ્યવસ્થાપન મુદ્દે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય અને ધાર્મિક વિવાદ વચ્ચે ટ્રસ્ટે આ રાજીનામાની પુષ્ટિ કરી છે.


બંને અધિકારીઓના રાજીનામા પ્રાપ્ત થઈ ગયા: ટ્રસ્ટ 

ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં મંદિર પરિસરમાં બનેલી કેટલીક અપ્રિય ઘટનાઓથી સમગ્ર ટ્રસ્ટ દુઃખી અને આશ્ચર્યચકિત છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે બંને અધિકારીઓના રાજીનામા પ્રાપ્ત થઈ ગયા છે અને તેની અંતિમ ચર્ચા આગામી બેઠકમાં કરવામાં આવશે. ટ્રસ્ટની આગામી બેઠક 11 જુલાઈએ યોજાવાની છે, જેમાં નવા મહામંત્રીની નિમણૂક અને ટ્રસ્ટના અન્ય મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

કિંમતી સામગ્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત

આ ઉપરાંત ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે ભક્તો દ્વારા અર્પણ કરાયેલી ચાંદીની ઈંટો, સોનાના આભૂષણો અને અન્ય કિંમતી સામગ્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. દરેક વસ્તુનો યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. દાનપાત્રમાંથી રકમ ગાયબ થવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારની SIT દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ આધારે પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને જણાવ્યું છે કે કેટલાક તત્વો ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રસ્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમગ્ર સત્ય ટૂંક સમયમાં બહાર આવશે અને પરિસ્થિતિ સામાન્ય બનશે.

આ પણ વાંચો : Red Fort Blast Case : NIAએ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ કરી દાખલ, વધુ 3 આરોપીના નામ સામેલ


  • Follow us on: