રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા દાનમાં તેમજ સોનાના દાનમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા સીએમ યોગીને એસઆઇટી તપાસની માગ કરવામાં આવી હતી. જે અંતર્ગત એસઆઇટી દ્વારા તપાસનો આજે પાંચમો દિવસ છે.
એસઆઇટી તપાસનો પાંચમો દિવસ
આજે પાંચમા દિવસે રામ મંદિરમાં એસઆઇટીની તપાસ ચાલી રહી છે. વળી આજે સીએમ યોગી પણ અયોધ્યામાં છે. ત્યારે અયોધ્યાના રુદૌલીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં સભા સંબોધન દરમિયાન આ ડોનેશન સ્કેમને લઇને વિરોધીઓને આડેહાથ લીધા હતા.
હજી 15 દિવસ રાહ જોઇલો- સીએમ યોગી
તેમણે કહ્યું કે 500 વર્ષ તમે રાહ જોઇને રામ મંદિર માટે, બસ હવે 15 દિવસ બીજી વધારે રાહ જુઓ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વિપક્ષ ક્યારેય ઇચ્છતુ નથી કે અયોધ્યાનું નામ થાય. અયોધ્યાનો વિકાસ થાય તે ઇચ્છતા નથી.
એસઆઇટીનો રિપોર્ટ આવી જવા દો- સીએમ યોગી
તેઓ દુષ્પ્રચાર કરીને અયોધ્યાનું અપમાન કરી રહ્યા છે. તેઓની વાતોમાં ન આવશે. તેઓએ જયશ્રી રામ બોલનારા પર લાઠીઓ ચલાવી છે. દરેક પ્રકારની મુશ્કેલીઓ સર્જીને કોર્ટમાં વાંધા રજૂ કરતા હતા. એસઆઇટીની રચના થઇ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એસઆઇટીનો રિપોર્ટ આવ્યા પહેલા કોઇ નિવેદન બાજી ન કરો. તપાસ થવા દો.
માફિયાઓની કબર પર ફાતિહા વાંચનારા રામભક્તિનો ઉપદેશ આપશે ? - સીએમ યોગી
તપાસ બાદ જે પક્ષને સવાલ હશે તે માટે એસઆઇટી તૈયાર થશે. બિનજરૂરી રીતે અયોધ્યા ધામને બદનામ કરવાનો દૂષિત પ્રયાસ ન કરો. જો કોઇ અપરાધી હશે તો ભલે તે કોઇ પણ હશે તેને છોડવામાં નહીં આવે. આ એ લોકો આપણને શું કહેશે કે જેઓ રામભક્તોને અપમાનિત કરતા હતા. જે લોકો કુખ્યાત માફિયાઓની કબર પર જઇને ફાતિહા વાંચતા હતા તેઓ આજે રામ ભક્તિનો ઉપદેશ આપવા નીકળ્યા છે. તે લોકોની વાતોમાં ન આવો તેવી તમામને અપીલ છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યા જિલ્લાના રુદૌલી વિધાનસભા મતવિસ્તારમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ₹378 કરોડથી વધુના 126 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં સરકારી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલનો સમાવેશ થાય છે. તેમણે બહાદુર યોદ્ધા વિરંગના ઝલકારી બાઈની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું,
દાન ચોરીના પુરાવા હોય તો રજૂ કરો- સીએમ યોગી
સ્ટેજ પરથી જનતાને સંબોધતા મુખ્યમંત્રીએ અયોધ્યામાં દાનના દુરુપયોગના આરોપો અંગે કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે રામ મંદિર માટેનો સંઘર્ષ 500 વર્ષ જૂનો છે. તેથી, કોઈએ પણ અયોધ્યાની પ્રતિષ્ઠાને કલંકિત ન કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જો કોઈની પાસે દાન ચોરીના પુરાવા હોય, તો તેણે તે SIT સમક્ષ રજૂ કરવા જોઈએ, ખાતરી આપી કે સંપૂર્ણ તપાસ અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?