ભારત સરકાર દેશની આંતરરાષ્ટ્રીય સરહદો અને જળ સંસાધનોને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા જઈ રહી છે.સરકાર એક એવી અત્યાધુનિક અને લાંબી ટનલ બનાવવાની યોજના તૈયાર કરી ચૂકી છે,જે બે મોટી નદીઓને એકબીજા સાથે જોડશે.આ પ્રોજેક્ટના કારણે પડોશી દેશ પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે અને ત્યાં પાણીનું સંકટ ઘેરૂં બનવાની સંભાવના છે.


8.7 કિલોમીટર લાંબી ટનલ અને 2300 કરોડનો ખર્ચ

આ મહત્વાકાંક્ષી પરિયોજના પાછળ અંદાજે 2300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.આ ટનલની કુલ લંબાઈ 8.7 કિલોમીટર લાંબો હશે.સરકાર આગામી 1ઓગસ્ટથી આ ટનલનું નિર્માણ કાર્ય શરૂ કરવા જઈ રહી છે.જેને 31 જુલાઈ 2029 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ને સોંપવામાં આવી છે.

ચિનાબ અને બિયાસ નદી જોડાશે

આ પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશની લાહૌલ ઘાટીમાં ચિનાબ નદી પર આકાર લેશે.આ ટનલ બનાવવાનો મુખ્ય હેતુ ચિનાબ નદીના વધારાના પાણીને ટનલ મારફતે બિયાસ નદીના ક્ષેત્ર સુધી પહોંચાડવાનો છે.આ ભૌગોલિક રીતે અત્યંત જટિલ વિસ્તાર છે.જ્યાં પર્વતોની ઊંચાઈ 3,095 મીટરથી લઈને 6,517 મીટર સુધીની છે.આ પાણીના ડાયવર્ઝનથી ભવિષ્યમાં મોટા પાયે વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવશે.જેનાથી લાખો લોકોને ફાયદો થશે.

પાકિસ્તાન માટે કેમ વધ્યું સંકટ?

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) હેઠળ આવતી નદીઓના પાણીના વપરાશને લઈને કડક વલણ અપનાવ્યું છે. ભારત પોતાના હિસ્સાના પાણીનો મહત્તમ ઉપયોગ કરવા કટિબદ્ધ છે. આ ટનલ બનવાથી ચિનાબ નદીનું જે પાણી વહીને પાકિસ્તાન જતું હતું, તે હવે ભારતના આંતરિક વિસ્તારોમાં વપરાશે.પરિણામે,પાકિસ્તાનને આગામી સમયમાં ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો - Education : વિદ્યાર્થીઓને નહીં પડે કોઈ મુશ્કેલી, જલ્દી જ મળશે પુસ્તકો : NCERT



  • Follow us on: