રાજસ્થાનના જયપુરમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો એક જ પરિવારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માત જયપુર વાટિકા રિંગ રોડ પર સર્જાયો છે. કારમાં સવાર બધા લોકો હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવ્યો અને અચાનક જ કાર પલટી ગઈ અને અકસ્માત સર્જાયો.
માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત
માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી. આ અકસ્માતમાં 3 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકો સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કારમાં સવાર લોકો હરિદ્વારથી તેમના સંબંધીઓના અસ્થિ વિસર્જન કર્યા પછી પરત ફરી રહ્યા હતા. જયપુર વાટિકા રિંગ રોડ પર કારે કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ. જેના કારણે ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો, સ્થાનિક લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી છે. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પોલીસે એમ્બ્યુલન્સની મદદથી તમામ મૃતકોને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા.













