RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની 3 દિવસની બેઠક જબલપુરમાં પૂર્ણ થઇ. જે બાદ સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. જેના જવાબમાં સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ કહ્યું કે પ્રતિબંધ લગાવવાનું કોણ કારણ તો હોવું જોઇએ ને. ધર્માંતરણ પર અંકુશ લગાવવાની વાત કરતા તેમણે કહ્યું સમાજના ઘણા લોકો, સાધુ સંત, વિશ્વ હિંદુ પરિષદ વધારે કામ કરે છે અને અમે તેમની સાથે મળીને કામ કરીએ છીએ.
કંઇ કારણ તો હોવુ જોઇએને- દત્તાત્રેય હોસબાલે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા RSS પર પ્રતિબંધ મૂકવાની તાજેતરની માંગણી અંગે મહાસચિવ દત્તાત્રેયે કહ્યું કે તેઓએ ઘણી વખત આવા પ્રયાસો કર્યા છે. તેમણે ભૂતકાળના અનુભવોમાંથી શીખવું જોઈએ. આ બતાવે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. જે નેતાઓ કહે છે કે પ્રતિબંધ લાગુ થવો જોઈએ તેમણે સમજવું જોઈએ કે તેમના નેતાઓએ ભૂતકાળમાં પણ આવા પ્રયાસો કર્યા છે પણ થયુ શું ? ખડગેની ઇચ્છા પર નિશાન સાધતા કહ્યું કે RSS નેતાએ કહ્યું કે સમાજ અને કોર્ટે શું કહ્યું ? પ્રતિબંધ માટે કોઈ કારણ હોવું જોઈએ.ઇચ્છાથી થોડી કંઇ થાય છે, કારણ તો જણાવો.













