ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મોટો અકસ્માત થયો છે.  મુસાફરો ભરેલી બસ  અલકનંદા નદીમાં ખાબકી. ઘટનાને પગલે 2ના મોત જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.  જ્યારે 10 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. રુદ્રપ્રયાગના ધોલતીરમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી છે. આ ઘટના બદ્રીનાથ હાઇવે પર બની છે. હાલ રેસક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  આ બસમાં 18 લોકો હતા.  મળતી માહિતી મુજબ ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. આ બસ રાજસ્થાનથી આવી રહી હતી. 


1નું મોત, 8ને બચાવાયા 

મળતી માહિતી મુજબ આ અકસ્માત બદ્રીનાથ હાઇવે પર થયો હતો જ્યાં ગોલથીર નજીક બસે નિયંત્રણ ગુમાવી દેતા અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં જઇને પડી ગઈ. ખરાબ હવામાન અને પહાડો પર વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પડી ગયા અને પહાડો પર ફસાઈ ગયા. જ્યારે અન્ય લોકોને શોધવામાં આવી રહ્યા છે. 

SDRF એ બચાવ કામગીરી શરૂ કરી

ઘટનાને પગલે SDRF ની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે. નદીના ઝડપી પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે એકઠા થયા છે.


18 લોકો હતા બસમાં- આઇજી, નિલેશ આનંદ ભરણે 

મહત્વનું છે કે વરસાદને કારણે અલકનંદા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ પ્રચંડ છે. આ અંગે ઉત્તરાખંડ પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથિર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 18 લોકો હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને પગલે ઉત્તરાખંડ સીએમ પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું કે હું અધિકારીઓ અને પ્રશાસનના સંપર્કમાં છું.

  • Follow us on: