ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં એક લાપરવાહીનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના બરહરવા રેલવે સેટિંગ યાર્ડમાં એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. પથ્થક ભરેલી એક માલગાડીના ડબ્બા અચાનક જ અનિયંત્રિત થઇને ખસી ગયા અને એક ઉભી રહેલી માલગાડીને જઇને ટક્કર મારી. આ ઘટનાને લઇને રેલવે પ્રશાસનની લાપરવાહી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.


કોઇ જાનહાનિ નહી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર માલગાડી અનિયંત્રિત થઇને અન્ય માલગાડીને અથડાઇ ગઇ. જોત જોતામાં તો ડબ્બા એક બીજા પર ચઢી ગયા. પથ્થરોથી ભરેલી માલગાડી અચાનક કાબુ બહાર નીકળી ગઈ અને તેજ ગતિએ ચાલવા લાગી અને પાટા પરથી ઉતરી ગઈ અને ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં માલગાડીના ઘણા કોચ ખરાબ રીતે નુકસાન પામ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ટક્કર જોરદાર

પ્રાપ્ત માહિતી અનુસાર, માલગાડી લોડિંગ પ્રક્રિયા દરમિયાન યાર્ડમાં ઉભી હતી. આ સમય દરમિયાન અજ્ઞાત કારણોસર ટ્રેન પોતાની મેળે સરકવા લાગી અને થોડી જ વારમાં તેજ ગતિ મેળવી. સૌ પ્રથમ માલગાડીનો અડધો ભાગ પલટી ગયો અને પાટા પરથી ઉતરી ગયો. આ પછી ટ્રેનનો બાકીનો ભાગ પણ પાછળથી આવ્યો અને તે જ ટ્રેન સાથે અથડાઈ ગયો. ટક્કર એટલી જોરદાર હતી કે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા અને એકબીજા પર ચઢી ગયા.

તપાસ તેજ

ઘટનાની જાણકારી મળતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત અને સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા. આ ઘટનાએ એકવાર ફરી રેલવે સુરક્ષા વ્યવસ્થાઓની પોલ ખોલી દીધી અને તપાસ બાદ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટવા માનવીય ભૂલથી થઇ કે પછી ટેક્નિકલ ખામીથી.


  • Follow us on: