કોંગ્રેસ સાસંદ શશી થરૂરે પોતાની પાર્ટીના વિરોધમાં સૂર ઉઠાવ્યો છે. તેમણે ઇમરજન્સીને લઇને કોંગ્રેસને આડેહાથ લીધુ છે. તેમણે કહ્યું કે ઇમરજન્સીમાં અનુશાસન અને વ્યવસ્થાના નામ પર ક્રૂરતા કરવામાં આવી. શશી થરૂરે ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના કામો પર પણ સવાલ ઉઠાવ્યા. ત્યારે આવો જાણીએ શશી થરૂરે આર્ટીકલમાં એવુ તો શું લખ્યું.
શશી શરૂરે લખ્યો આર્ટિકલ
એક સમાચાર પત્રમાં પ્રકાશિત લેખમાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઇમરજન્સીને લઇને એક આર્ટીકલ લખ્યો છે. જેમાં તેમણે 25 જૂન 1975 અને 21 માર્ચ 1977માં વચ્ચે પીએમ ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલી ઇમરજન્સીને યાદ કરી. તેમણે કહ્યું કે શિસ્ત અને વ્યવસ્થા માટે કરવામાં આવેલા પ્રયાસો ક્રૂરતામાં ફેરવાઈ ગયા જેને વાજબી ઠેરવી શકાય નહીં.
બળજબરીથી નસબંધી અભિયાન શરૂ કર્યુ- શશી થરૂર
કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય શશી થરૂરે કહ્યું કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીએ બળજબરીથી નસબંધી અભિયાન શરૂ કર્યું હતું. આ કટોકટીનું ખોટું ઉદાહરણ બની ગયું. ગ્રામીણ વિસ્તારોમાં મનસ્વી લક્ષ્યોને પૂર્ણ કરવા માટે હિંસા અને બળજબરીનો ઉપયોગ કરવામાં આવ્યો. નવી દિલ્હી જેવા શહેરોમાં ઝૂંપડપટ્ટીઓને નિર્દયતાથી તોડી પાડવામાં આવી હજારો લોકો બેઘર થઈ ગયા. તેમના કલ્યાણ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં.
લોકતંત્રને હળવામાં ન લેવુ જોઇએ- શશી થરૂર
તેમણે કહ્યું કે લોકતંત્રને હળવામાં ન લેવુ જોઇએ. આ એક બહુમૂલ્ય વારસો છે. જેને સતત સંવર્ધન અને રક્ષણ આપવું જોઈએ. જેને વિશ્વભરના લોકો માટે એક સ્થાયી અનુસ્મારકના રૂપમાં કામ કરવા દો. આજનું ભારત 1975નું ભારત નથી. તેમણે કહ્યું કે આપણે વધુ આત્મવિશ્વાસુ, વધુ વિકસિત અને ઘણી રીતે વધુ મજબૂત લોકશાહી ધરાવીએ છીએ. છતાં કટોકટીના પાઠ હજુ પણ ચિંતાજનક રીતે સંબંધિત છે. આ સાથે જ તેઓએ એમ પણ જણાવ્યું કે લોકશાહીના રક્ષકોએ હંમેશા સતર્ક રહેવાની જરૂર છે.