ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં પહોંચતાની સાથે વિડીયો કોલ કર્યો હતો. તેમણે દેશને નમસ્કાર કરતા તેમનો અનુભવ જણાવ્યો હતો. શુભાંશુ અમેરિકા, પોલેન્ડ અને હંગરીના ત્રણ અન્ય અંતરિક્ષયાત્રીઓ સાથે ગુરુવારે સવારે સ્પેસમાં પહોંચ્યા હતા. શુભાંશુ Axiom-4 સ્પેસ મિશન પર નિકળ્યા છે.
લખનૌમાં જન્મેલા શુક્લાની ફ્લાઇટ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કોમ્પ્લેક્સ 39A થી સવારે 2:31 વાગ્યે EDT (ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે) ફાલ્કન 9 રોકેટ પર નવા સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈ. નાસાએ અપડેટમાં જણાવ્યું હતું કે, "સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન બુધવારે સવારે 2:31 વાગ્યે EDT પર કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા પછી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન તરફ જઈ રહ્યું છે, જેમાં ચાર એક્સિઓમ મિશન 4 ક્રૂ સભ્યો છે."
ડ્રેગનમાં X-4 કમાન્ડર પેગી વ્હિટસન, પાઇલટ શુભાંશુ શુક્લા અને મિશન નિષ્ણાતો સ્લેવોજ ઉજ્ઞાન્સ્કી-વિસ્નીવસ્કી અને ટિબોર કાપુ છે. નાસાએ જણાવ્યું હતું કે આ ગુરુવાર સવારે 7 વાગ્યે હાર્મની મોડ્યૂલની અંતરિક્ષ સામે વાળા પોર્ટ પર ડોક કરશે. 41 વર્ષ પછી ભારતના અંતરિક્ષયાત્રી ફરીથી અંતરિક્ષમાં છે. 1984 માં રાકેશ શર્માની ઉડાન પછી શુક્લા અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય હશે.
https://www.instagram.com/reel/DLWxZYYObq1/?utm_source=ig_web_copy_link&igsh=MTgybDI5aHhpdXdqNQ%3D%3D
ISS જતી વખતે તેમણે મેસેજમાં કહ્યું હતું કે નમસ્તે, મેરે પ્યારે દેશવાસીઓ, શું સફર છે. 41 વર્ષ પછી આપણે ફરી અંતરિક્ષમાં છીએ. આ એક શાનદાર અનુભવ છે. અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે. આ ફક્ત મારી યાત્રા નથી. હું મારી સાથે ભારતનો તિરંગો લઈ જઈ રહ્યો છું. આ ભારતના માનવ અંતરિક્ષ ઉડાણ કાર્યક્રમની યાત્રા છે.