ભારતીય એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા સહિત ચાર અંતરિક્ષયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે મારી યાત્રા દેશવાસીઓની યાત્રા છે. ડ્રેગન અંતરિક્ષ યાનની ડોકિંગ પ્રક્રિયા ચાલુ છે. આ મિશનનું સંચાલન ભારતના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરી રહ્યા છે.
એક્સિઓમ-4 મિશન અંતર્ગત ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સુલ આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયા છે. તેમના ડ્રેગન યાનની સોફ્ટ ડોકિંગ પુરી થઈ ગઈ છે અને હવે હાર્ડ ડોકિંગનું કામ ચાલી રહ્યું છે.













