ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂઆતમાં લાલ નિશાનમાં ખૂલ્યું પરંતુ થોડી વારમાં માર્કેટમાં રિકવરી જોવા મળતા લીલા નિશાનમાં આવી ગયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ બંધ થયા.
શેરબજાર નજીવા વધારા સાથે બંધ
બપોરે 3.30 કલાકે સેન્સેક્સ લીલા નિશાનમાં નજીવા વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ 13 પોઇન્ટના ઘટાડા સાથે 74,360 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 10.95 પોઇન્ટના ઘટાડા સાથે 23,416 અંકે બંધ થયો.
હાલમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જેના પરિણામો શુક્રવારે જાહેર થવાના છે. પરિણામે, બજારના સહભાગીઓ મોટા દાવ લગાવવાનું ટાળી રહ્યા છે.
સવારે 11:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી50 23,425.00 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 19.35 પોઈન્ટ - અથવા 0.08 ટકા વધીને 74,406.66 ના સ્તરે પહોંચ્યો.
વ્યાપક બજારમાં જોરદાર ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.67 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.57 ટકા વધ્યો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોના સંદર્ભમાં, IT, રિયલ્ટી અને ખાનગી બેંકિંગ ક્ષેત્રોના શેરમાં નબળાઈ જોવા મળી હતી. તેનાથી વિપરીત, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ અને ગેસ અને કેમિકલ્સ ક્ષેત્રોના શેરમાં મજબૂત તેજી જોવા મળી, જેનાથી બજારને ટેકો મળ્યો.
અમેરિકા-ઈરાન તણાવ ચિંતામાં વધારો
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ફરી એકવાર તંગ બની છે. બુધવારે સવારે ઈરાને કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો. એક દિવસ પહેલા જ યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન દ્વારા છોડવામાં આવેલી અનેક બેલિસ્ટિક મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો હતો. વધુમાં, પર્શિયન ગલ્ફમાં સ્થિત કેશમ ટાપુ પર બદલો લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, મીડિયા સાથે વાત કરતા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો ન રાખવા માટે સંમત થયું છે. દરમિયાન, અમેરિકાએ એ પણ સંકેત આપ્યો હતો કે ઇઝરાયલ લેબનોન સાથે યુદ્ધવિરામ કરવા તૈયાર છે, જો હિઝબુલ્લાહ તેના હુમલા બંધ કરે.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?