ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે 'ખાદી દિવાળી ઉત્સવ'ને હમેશા માટે યાદગાર બનાવતા દેશનું પ્રથમ 'ખાદી ઇન્ડિયા-SBI RuPay પ્રીપેડ ગિફ્ટ કાર્ડ' લોન્ચ કર્યું છે.
ખાદી ઇન્ડિયા-SBI RuPay પ્રીપેડ ગિફ્ટ કાર્ડ
'ખાદી દિવાળી ઉત્સવ' ખાતે લોન્ચ કરવામાં આવેલ દેશનું પ્રથમ RuPay પ્રીપેડ ગિફ્ટ કાર્ડ આવનારા સમયમાં પીએમ મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ'ના નારાને વધારે વેગીલો બનાવીને નાના મોટા સ્વદેશી વ્યાપાર કરનારા વેપારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે એવી આશા બંધાઈ છે અને આ પહેલ સ્વદેશી વ્યાપારને વધારે પ્રોત્સાહન આપશે હાલ એવી આશા રાખવામાં આવી રહી છે.













