દરેક લોકોને પોતાના અલગ અલગ સપના હોય છે અને તેને મેળવવા માટે લોકો અથાગ મહેનત કરતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી સક્સેસ સ્ટોરી વિશે જણાવીશું, જેને વાંચીને તમને પણ પ્રેરણા મળશે. ડોક્ટર સૌમ્યા ઝાની કહાની તમામ લોકોને પ્રેરિત કરે તેવી છે. કારણ કે તેમને ના માત્ર MBBS કર્યુ પણ પ્રથમ જ પ્રયત્નમાં UPSCની પરીક્ષા પણ પાસ કરીને IAS બની ગયા.
દિલ્હીથી MBBSનો અભ્યાસ શરૂ કર્યો અને 2015માં પોતાની ઈન્ટર્નશીપ પૂરી કરી
આજે તે રાજસ્થાનના ટોંક જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવે છે અને પોતાની પહેલ 'Padhai With AI'થી 300 શાળાના બાળકોને ગણિત ભણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સૌમ્યા ઝાનો જન્મ બિહારમાં થયો હતો અને મધ્યપ્રદેશમાં મોટા થયા. તેમને વર્ષ 2010માં મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, દિલ્હીથી MBBSનો અભ્યાસ શરૂ કર્યો અને 2015માં પોતાની ઈન્ટર્નશીપ પૂરી કરી. જો કે ડોક્ટર બનીને કરિયર બનાવવાની જગ્યાએ તેમને પોતાના પિતાની સલાહ માની, જે IAS અધિકારી હતી. તેમને UPSCની તૈયારીઓ શરૂ કરી અને વર્ષ 2016માં પ્રથમ પ્રયત્નમાં જ 58મો રેન્ક મેળવી લીધો.
સૌમ્યાના પિતા પણ છે નિવૃત IAS અધિકારી
સૌમ્યાના પિતા સંજય ઝા મધ્યપ્રદેશ કેડરના સિનિયર IAS અધિકારી રહ્યા છે અને 2024માં DG રેન્કથી નિવૃત થયા. સૌમ્યાએ કહ્યું કે જ્યારે તે પોતાના પિતાના યૂનિફોર્મમાં જોતી હતી તો તેમની અંદર પણ એક જુસ્સો આવતો હતો કે તેમને પણ દેશની સેવા કરવી છે. જ્યારે સૌમ્યાની માતા રેલવેમાં ડોક્ટર છે.
આ રીતે બદલી અભ્યાસની પરિભાષા
ટોંક જિલ્લામાં કલેક્ટર બન્યા બાદ સૌમ્યાએ 'Padhai with AI' પ્રોગ્રામની શરૂઆત કરી. તેનો ઉદ્દેશ્ય હતો- બાળકોને ગણિત જેવા ભારે વિષયથી ડર દૂર કરવાનો અને ટેક્નોલોજીની મદદથી અભ્યાસને રોચક બનાવવાનો. આ પહેલથી જિલ્લાની 300થી વધુ શાળાઓમાં બાળકો AIની મદદથી ગણિત જેવા વિષય આરામથી શીખી રહ્યા છે. જ્યારે સૌમ્યા ઝાના પતિ વિશે વાત કરીએ તો તેમના પતિ અક્ષય ગોદારા પણ પ્રથમ પ્રયત્નમાં UPSC ક્રેક કરી ચૂક્યા છે. તેમને IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક કર્યુ છે અને 2016માં 603માં રેન્કની સાથે IAS બન્યા.