દેશના PM નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના આરિયાલુર જિલ્લામાં આવેલા ઐતિહાસિક ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. PM મોદીએ મહાન ચોલ સમ્રાટ રાજરાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતી નિમિતે યોજાયેલા 'આદી થિરુવાથિરાઈ' ઉત્સવની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો. આ અવસર પર PM એ ચોલ સામ્રાજ્યના હવ ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને યાદ કર્યો હતો.
રાજરાજેન્દ્ર ચોલા પ્રથમે આ મંદિરનું નિર્માણ કર્યું
ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર દક્ષિણ ભારતના સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મંદિરોમાનું એક છે. 11 મી સદીમાં મહાન ચોલ સમ્રાટ રાજરાજેન્દ્ર ચોલા પ્રથમે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજરાજેન્દ્ર ચોલા પ્રથમને ગંગાઈકોંડાનું બિરુદ મળ્યું હતું જેનો અર્થ થાય છે 'ગંગા વિજેતા'. તેમણે ગંગા નદીના કાંઠા સુધીના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. આ મદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં પણ સામેલ છે અને તે ચોલ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
PM મોદીએ ચોલ સામ્રાજ્યના વારસાના વખાણ કર્યા
PM મોદીની આ મંદિરની મુલાકાત અને ઉત્સવમાં ભાગીદારી ભારાતના સમૃદ્ધ સાંસ્કૃતિકવારસાને પ્રોત્સાહન આપવા અને તેને જાળવી રાખવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. PM એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ચોલ શાસકોએ માત્ર એક વિશાળ સામ્રાજ્ય જ નહીં, પરંતુ એક સમૃદ્ધ કલા, સ્થાપત્ય અને સાહિત્યિક પરંપરા પણ વિકસાવી હતી. તેમણે ભારતના ઈતિહાસમાં ચોલ સામ્રાજ્યના યોગદાનને યાદ કર્યું અને કહ્યું કે, આ વરસો આપણને ભવ્ય ભવિષ્ય માટે પ્રેરણા આપે છે.