અત્યારે રિલ્સનો જમાનો છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે. ત્યારે તમે પણ જો રિલ્સ બનાવવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે છે. તમે રિલ્સ બનાવીને રોકડ ઇનામ મેળવી શકો છે. ડિઝિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થતા એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. જેમાં રિલ્સ બનાવવા પર વિજેતા ઉમેદવારને સરકાર રોકડ રકમ આપશે.
ડિઝિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને 10 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ પીએમ મોદીની સરકારે 1 જુલાઈ, 2015 ના રોજ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો હતો. ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સરકારે દેશવાસીઓ માટે એક ખાસ સ્પર્ધા શરૂ કરી છે. આ સ્પર્ધાનું નામA Decade of Digital India-Reel Contest છે. આ સ્પર્ધા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 1 ઓગસ્ટ સુધી ચાલશે. આ સ્પર્ધા હેઠળ નાગરિકોને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
કેટલું મળશે ઇનામ ?
રિલ્સ બનાવવા માટે વિષય એ છે કે ડિજિટલ ઇન્ડિયાએ તમારા જીવન પર કેવી રીતે સકારાત્મક અસર કરી છે. અસરો જેવી કે ડિઝિટલ શિક્ષણ, ઓનલાઇન પેમેન્ટ, આરોગ્ય સેવા, નાણાંકીય સાધનોના ફાયદા કે પછી કોઇ પણ ટેક્નોલોજી આધારિત બદલાવ પર તમે રિલ બનાવી શકો છે. જેમાંથી પસંદગી પામેલી રીલ્સને સરકાર આ સ્પર્ધા અંતર્ગત ઇનામ પણ આપશે.
ટોચના 10 વિજેતાઓને દરેકને 15,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે,આગામી 25 વિજેતાઓને દરેકને 10,000 રૂપિયા અને આગામી 50 વિજેતાઓને દરેકને 5,000 રૂપિયા આપવામાં આવશે.
રીલ બનાવતી વખતે શું રાખશો ધ્યાન ?
- આ રીલ ઓછામાં ઓછી 1 મિનિટ લાંબી હોવી જોઈએ.
- તમારી રીલ સંપૂર્ણપણે મૌલિક હોવી જોઈએ. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ન હોવી જોઈએ.
- તમે તમારી રીલ હિન્દી, અંગ્રેજી સિવાય કોઈપણ સ્થાનિક ભાષામાં બનાવી શકો છો.
- રીલ પોટ્રેટ મોડમાં બનાવવી જોઈએ
- MP4 ફાઇલમાં હોવી જોઈએ.
આ સ્પર્ધા સંબંધિત વધુ માહિતી માટે, તમે મેરી સરકારની વેબસાઇટ https://www.mygov.in/task/decade-digital-india-reel-contest
ની મુલાકાત લઈ શકો છો.