નીટની ફરીથી પરીક્ષા યોજાવાની છે. તે પહેલા કેન્દ્ર સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર અસ્થાયી રોક લગાવી છે. 30 જૂન સુધી ટેલિગ્રામનુ મેસેજિંગ ફીચર બંધ રહેશે, મહત્વનું છે કે 21 જૂને નીટની રિ એક્ઝામ થવાની છે. આ પહેલા કોઇ પેપરલીકની ઘટના ન બને તે માટે સાવચેતીના ધોરણે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી રોક લગાવી છે. NTA એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે NEET-UG 2026 પુનઃપરીક્ષા સુરક્ષિત અને ન્યાયી રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લીધો છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય ?
ઉલ્લેખનીય છે કે NTA અનુસાર કેટલીક વિદ્યાર્થ ગેંગ દ્વારા ટેલિગ્રામ દ્વારા છેતરપિંડી આચરવામાં આવે છે.. પેપર લીક્ડ NEET,” “Re-NEET 2026,” અને “Private Mafia” જેવા નામો ધરાવતી ચેનલો હજારોથી લાખો રૂપિયા સુધીની રકમની માંગણી કરી રહી હતી. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને પરીક્ષા પહેલાં કોઈને પણ ઉપલબ્ધ નથી. NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
NTA એ જણાવ્યું હતું કે ટેલિગ્રામ પર 'એડિટ' સુવિધાનો ઘણા કિસ્સાઓમાં દુરુપયોગ થયો હતો. પરીક્ષા થયા પછી, વાસ્તવિક પ્રશ્નપત્ર જૂના સંદેશાઓમાં ઉમેરવામાં આવતું હતું જેથી એવું લાગે કે પેપર પહેલાથી જ લીક થઈ ગયું છે. આવી નકલી 'પેપર લીક' સામગ્રીના પ્રસારને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા
આ વર્ષે પરીક્ષા ઘણા અર્થમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા છે. એડમિટ કાર્ડ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત તમામ વ્યવસ્થાઓ અંતિમ રૂપ આપવા સલાહ આપવામાં આવી છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ
- હોમપેજ પર આપેલ NEET (UG) 2026 Admit Card લિંક પર ક્લિક કરો
- નવા પેજ પર તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- સિક્યુરિટી પિન ભરી Submit પર ક્લિક કરો
- આ પછી તમારૂં ડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેનો કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટઆઉટ કાઢી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું જરૂરી રહેશે.
પરીક્ષાનો સમય વધારીને 195 મિનિટ કરાયો
આ વર્ષે NEET (UG) પરીક્ષાની સમયસીમા વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવી છે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે 5:15 વાગ્યે પૂર્ણ થશે. NTAનું કહેવું છે કે આ વધારાનો સમય વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક હાજરી અને અન્ય પ્રક્રિયાઓમાં થતા સમયના નુકસાનની ભરપાઈ માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ગણિતીય પ્રશ્નો માટે આ વર્ષે વધુ રફ વર્ક જગ્યા પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?