જમ્મુ કાશ્મીર પોલીસે એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે. જે અઁતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સક્રિય હતું. પોલીસનું કહેવુ છે કે આ આતંકી રેકેટ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અંસાર ગજવત ઉલ હિંદ સાથેજોડાયેલ હતો.


અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં શોધખોળ

જમ્મુ અને કાશ્મીર પોલીસે તપાસ દરમિયાન શ્રીનગર, અનંતનાગ, ગાંદરબલ અને શોપિયામાં અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. તેવી જ રીતે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદમાં અને ઉત્તર પ્રદેશ પોલીસના સહયોગથી સહારનપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ શોધખોળમાં આતંકવાદ સંબંધિત દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક સાધનો, શસ્ત્રો, દારૂગોળો અને IED બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં રહેલા લોકો સહિત સફેદ કોલર વ્યક્તિઓ પણ આ મોડ્યુલમાં સામેલ હતા.તપાસ દરમિયાન પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી.

સાત આરોપીઓની ધરપકડ

  • આરીફ નિસાર ડાર (સાહિલ), નૌગામ, શ્રીનગરનો રહેવાસી
  • યાસીર-ઉલ-અશરફ, નૌગામ, શ્રીનગરનો રહેવાસી
  • મકસુદ અહેમદ ડાર (શાહિદ), નૌગામ, શ્રીનગરનો રહેવાસી
  • મૌલાના ઇરાફાન અહેમદ (મસ્જિદના ઇમામ), શોપિયાના રહેવાસી
  • ઝમીર અહેમદ અહંગર (મુતલાશા), વાકુરા, ગાંદરબલના રહેવાસી
  • ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ (મુસૈબ), કોઈલ, પુલવામાના રહેવાસી
  • ડૉ. આદિલ, વાનપોરા, કુલગામના રહેવાસી

આતંકીઓ પાસેથી શું મળ્યું ?

  • શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત
  • એક ચાઇનીઝ સ્ટાર પિસ્તોલ કારતૂસ સાથે
  • એક બેરેટા પિસ્તોલ કારતૂસ સાથે
  • એક AK-56 રાઇફલ કારતૂસ સાથે
  • એક AK ક્રિંકોવ રાઇફલ કારતૂસ સાથે
  • વિસ્ફોટક, રસાયણો, જ્વલનશીલ પદાર્થો,
  • ઇલેક્ટ્રોનિક સર્કિટ, બેટરી, વાયર,
  • રિમોટ કંટ્રોલ, ટાઈમર
  • મેટલ શીટ્સ સહિત કુલ 2900 કિલો IED બનાવવાની સામગ્રી.
નાણાકીય તપાસ અને ભંડોળનો સ્ત્રોત

જમ્મુ અને કાશ્મીર પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ મોડ્યુલ માટે ભંડોળના સ્ત્રોતની તપાસ ચાલી રહી છે. બધી નાણાકીય કડીઓ અને બાહ્ય સહાય એક પછી એક એકત્રિત કરવામાં આવી રહી છે અને સમય જતાં તેનો નાશ કરવામાં આવશે.

2563 કિલો વિસ્ફોટકો મળી આવ્યા

ફરીદાબાદ પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સવારે ફતેહપુર ટાગા ગામમાં એક ઘર પર દરોડો પાડ્યો અને 2563 કિલો શંકાસ્પદ વિસ્ફોટકો જપ્ત કર્યા. આ ગામ ધૌજથી લગભગ 4 કિલોમીટર દૂર છે. આ ઘર ડૉ. મુઝમ્મિલે એક મૌલાના પાસેથી ભાડે લીધું હતું, જેને પોલીસે તે સવારે કસ્ટડીમાં લીધો હતો. નોંધનીય છે કે અગાઉ રવિવારે સાંજે ધૌજમાં દરોડામાં પોલીસે 360 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.

  • Follow us on: