ભારતના રાષ્ટ્રીય સુક્ષા સલાહકાર અજિત ડોભાલ બાદ વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર મોસ્કોના પ્રવાસે જશે. અજિત ડોભાલની આ યાત્રા એવા સમયે થઇ રહી છે કે, જ્યારે અમેરિકા સતત ભારત ટેરિફનું દબાણ કરી રહ્યુ છે. અને રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે દંડ ફટકારી રહ્યુ છે. અજિત ડોભાલના રશિયા પ્રવાસની તૈયારી બાદ પુતિન પણ ભારત આવવા માટે તૈયારી કરી રહ્યા છે.


રશિયાના જેમ્સ બોન્ડ કોણ ?

ભારતના વિદેશ મંત્રી પણ ઓગસ્ટમાં રશિયાની મુલાકાતે જવાના છે. જોકે, જેમ ભારતના જેમ્સ બોન્ડ તરીકે જાણીતા અજિત ડોભાલ રશિયા અને ભારત વચ્ચેની કડી છે. તેવી જ રીતે રશિયા તરફથી સેરગેઈ શોઈગુ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સેરગેઈ શોઈગુ રશિયાની સુરક્ષા પરિષદના સચિવ છે. અજિત ડોભાલ અને સેરગેઈ શોઈગુ મોસ્કોમાં મળ્યા છે. આ બેઠકમાં, બંને દેશો વચ્ચે ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી.

સેરગેઈ શોઈગુ કોણ છે?

સેરગેઈ શોઈગુ 2012-14 સુધી રશિયાના સંરક્ષણ મંત્રી હતા. તેઓ 2024 થી રશિયાની સુરક્ષા પરિષદના સચિવ તરીકે કાર્યરત છે. શોઇગુ 1991 થી 2012 સુધી રશિયાના કટોકટી મંત્રાલયના મંત્રી હતા અને 2012 માં કેટલાક સમય માટે મોસ્કો ઓબ્લાસ્ટના ગવર્નર પણ હતા. શોઇગુ લાંબા સમયથી રશિયન સત્તાની નજીક છે. યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી તેઓ ચર્ચામાં છે. ત્યારબાદ યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાએ તેમના પર પ્રતિબંધો લાદ્યા હતા. વધુમાં, આંતરરાષ્ટ્રીય ફોજદારી કોર્ટે યુક્રેનમાં યુદ્ધ ગુનાઓના આરોપસર તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. શોઇગુને વ્લાદિમીર પુતિનના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. બંને 1990 ના દાયકાથી મિત્રો છે અને તેઓ ઘણીવાર સાઇબિરીયામાં વેકેશન પર જોવા મળ્યા છે. ભારતમાં રશિયન દૂતાવાસે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, '7 ઓગસ્ટના રોજ, રશિયાની સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોભાલ સાથે વાતચીત કરી. બંને પક્ષોએ રશિયા-ભારત વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી અને આ વર્ષના અંતમાં દ્વિપક્ષીય શિખર સંમેલનની તૈયારીમાં સંયુક્ત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો.હતો. 

  • Follow us on: