એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ વિશ્વના દેશો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બંને દેશો હથિયાર હેઠા મૂકીને શાંતિ સ્થાપના કરે. એવામાં હવે યુક્રેનના લીડરે રશિયા વિશે કઈક એવું નિવેદન આપી દીધું છે કે યુદ્ધ વધારે જલદ થવાના અણસાર લાગી રહ્યા છે.


ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું

આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે એક સમયના મિત્ર દેશો એવા રશિયા અને અમેરિકા વચ્ચે હાલ માથાકૂટનો માહોલ ચાલી રહ્યો છે. રશિયા સાથે ચકમક થયા બાદ જગત જમાદાર અમેરિકાએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે યુક્રેનના પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું છે. ત્યારે આજ બાબતનું પીઠબળ હવે ઝેલેન્સકીને પણ અનુભવાઈ રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નિવેદન આપતા કહ્યું કે રશિયા હવે યુદ્ધવિરામ ઇચ્છે છે અને તે યુદ્ધ રોકવા માટે વધુ તૈયાર લાગે છે.

યુદ્ધનો અંત લાવવો જોઈએ: ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આડકતરી રિતે રશિયાને ગર્ભિત શબ્દોમાં ધમકી આપતા કહ્યું કે રશિયા પોતે હવે યુદ્ધ વિરામ કરવા માટે મહેનત કરી રહ્યું છે. ઝેલેન્સકી એ વધુમાં કહ્યું કે વિશ્વના તમામ દેશો તરફથી શાંતિ સ્થાપવાની પહેલ થવી જોઈએ અને યુક્રેન પોતે પણ હવે કોઈ પણ ભોગે તેના દેશ અને નાગરિકોના રક્ષણ માટે બનતા તમામ પ્રયત્ન કરશે. વિશ્વમાં ચારે તરફ ચાલી રહેલ તણાવ વચ્ચે હાલ દુનિયાને કાયમી શાંતિ અને સ્થિરતાની જરૂર છે.

ટ્રમ્પના ખાસ દૂતની પુતિન સાથે વાત

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સ્પષ્ટ રીતે રશિયાથી છેડો ફાડ્યા બાદ હવે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વાતચિત કરવાના પ્રયત્ન ચાલુ કર્યા છે. મળતી માહિતી મુજબ એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બુધવારે રશિયન નેતા વ્લાદિમીર પુતિન સાથે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફની એક ખાસ મુલાકાત થઈ અને રશિયા યુક્રેન યુદ્ધ અંગે વધારે વાત કરવા માટે એક ચોક્કસ બેઠકનું આયોજન થઈ શકે છે. 

  • Follow us on: