કેન્દ્ર સરકારે દેશના રેલવે નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ રૂપિયા 24,815 કરોડની બે મોટી રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં કુલ 601 કિલોમીટર નવી રેલવે લાઈન નવી નાખવામાં આવશે, જે મુસાફરો અને વેપાર બંને માટે લાભદાયી સાબિત થશે.


ધાર્મિક સ્થળોએ પહોંચવું સરળ બનશે

આ પ્રોજેક્ટ્સને વર્ષ 2030-31 સુધી પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ્ય છે. આ યોજનાઓ ‘PM ગતિ શક્તિ’ યોજના હેઠળ લેવામાં આવી છે, જેનો હેતુ દેશભરમાં ઝડપી અને અસરકારક કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદથી સીતાપુર સુધી ત્રીજી અને ચોથી રેલ લાઈન બનાવવામાં આવશે. કુલ 403 કિમી લાંબી આ લાઈન પર અંદાજે ₹14,926 કરોડનો ખર્ચ થશે. આ માર્ગ ગાઝિયાબાદ, મોરાદાબાદ, બરેલી, શાહજહાંપુર અને સીતાપુર જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડશે. સાથે જ દૂધેશ્વરનાથ મંદિર, ગઢમુક્તેશ્વર ગંગા ઘાટ અને નૈમિષારણ્ય જેવા ધાર્મિક સ્થળોએ પહોંચવું સરળ બનશે.

માલ પરિવહન સરળ અને સસ્તુ થશે

બીજી તરફ આંધ્ર પ્રદેશમાં રાજમુદ્રી (નિદદાવોલુ)થી વિશાખાપટ્ટનમ (દુવ્વાડા) વચ્ચે 198 કિમી લાંબી ત્રીજી અને ચોથી લાઇન બનાવવામાં આવશે, જેના માટે ₹9,889 કરોડ ખર્ચાશે. આ પ્રોજેક્ટથી વિશાખાપટ્ટનમ, ગંગાવરમ, માછલીપટ્ટનમ અને કાકીનાડા જેવા મોટા બંદરો સાથે જોડાણ વધુ મજબૂત બનશે, જેથી માલ પરિવહન સરળ અને સસ્તુ થશે. આ બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રેલવે ટ્રાફિકમાં ભીડ ઘટાડાશે, ટ્રેનોની ઝડપ વધશે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે. સાથે જ હજારો લોકોને રોજગાર મળશે અને પર્યાવરણને પણ લાભ થશે, કારણ કે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચો : Women Reservation Bill: વિપક્ષે દેશની મહિલાઓને હરાવી, ભોગવવુ પડશે, બિલ પસાર ન થતા બોલ્યા PM Modi



  • Follow us on: