મિર્ઝાપુરના ડ્રમમંડગંજ ખીણ વિસ્તારમાં બુધવારે રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. બ્રેક ફેલ થવાને કારણે એક અનિયંત્રિત ટ્રકે ત્રણ વાહનોને અડફેટે લેતા થયેલી ભીષણ ટક્કરમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બોલેરો ગાડીમાં જોતજોતામાં આગ ફાટી નીકળી હતી, જેમાં ડ્રાઈવર સહિત 9 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા.


મિર્ઝાપુરના ડ્રમંડગંજનમાં સર્જાયો અકસ્માત

મધ્યપ્રદેશથી ચણા ભરીને મિર્ઝાપુર તરફ આવી રહેલા એક ટ્રકની બ્રેક ડ્રમંડગંજના બરકા ખુમાન વળાંક પાસે અચાનક ફેલ થઈ ગઈ હતી. ઢાળ હોવાને કારણે ટ્રક બેકાબૂ બની હતી અને તેણે રસ્તા પર જઈ રહેલી એક અલ્ટો કાર, એક બોલેરો અને સામેથી આવતા બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ બોલેરોમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગી હોય તેવું જોઈને લોકોમાં બૂમાબૂમ મચી ગઈ. જોકે, ટક્કર પછી લાગેલી ભીષણ આગને કારણે કારમાં સવાર લોકો બચી શક્યા ન હતા અને લગભગ અડધો ડઝન લોકો જીવતા બળી ગયા હતા. બોલેરોમાં સવાર કેટલાક મુસાફરો પણ જીવતા બળી ગયા હોવાની આશંકા છે. એક અલ્ટો કાર બે ટ્રક વચ્ચે સેન્ડવીચની જેમ કચડાઈ ગઈ હતી, જેમાં કાર ચાલકનું મોત થયું હતું.

મૃતકોની ઓળખ કરાઈ, એક જ ગામના 8 લોકોના મોત

ઘટનાની જાણ થતાં જ એસપી અપર્ણા રજત કૌશિક સહિત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ બોલેરોમાંથી નવ મૃતદેહો અને અન્ય વાહનોમાંથી બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જો કે બોલેરોમાં જીવતા બળી ગયેલા 9 લોકોમાંથી 8 લોકો જીગ્ના વિસ્તારના નરૈના ગામના રહેવાસી હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં મૃત્ય પામેલા 11 લોકોની કરાઈ ઓળખ.

  1. બીના સિંહ (40 વર્ષ)
  2. વંદના (38 વર્ષ)
  3. પંકજ (30 વર્ષ)
  4. પિયુષ (18 વર્ષ)
  5. સોનમ (8 વર્ષ)
  6. પ્રિયંકા (42 વર્ષ)
  7. શિવ (7 વર્ષ)
  8. કાર્તિકેય (18 વર્ષ)
  9. વિષ્ણુ સિંહ (40 વર્ષ, બોલેરો ડ્રાઈવર)
  10. જયપ્રકાશ (26 વર્ષ, અલ્ટો કાર ડ્રાઈવર)
  11. અન્ય એક ટ્રક હેલ્પર (ઓળખ ચાલુ)

બ્રેક ફેલ થતા ભીષણ દુઘર્ટના બનવા પામી

પોલીસ અધિક્ષકે પુષ્ટિ કરી છે કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ ટ્રકની બ્રેક ફેલ હોવાનું સામે આવ્યું છે. હાલમાં તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવી નાખી હતી. બુધવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે યુપીના મિર્ઝાપુરમાં ડ્રમમંડગંજ ખીણમાં ચાર વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં 11 લોકોના મોત થયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટઈ મચી ગઈ હતી.


આ પણ વાંચો : 

  • Follow us on: