લગ્ન કરવામાં અત્યારે લોકો એટલો ખર્ચો કરે છે કે ન પૂછો વાત. તો બીજી તરફ એવા પણ લોકો છે જેઓ લગ્ન ખર્ચો કરે તે પોસાય તેમ નથી. વળી લગ્ન કરવા માટે દીકરીઓ પણ મળતી નથી. તેવામાં એવો એક મામલો સામે આવ્યો છે જેમાં પરિવારને લગ્ન કરવા માટે છોકરીની શોધ હતી તેવામાં એવો એક શખ્સ તેમને મળી ગયો કે જણે છોકરી શોધી તો આપી પણ પછી તેઓએ પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો.
ઉત્તર પ્રદેશના આગ્રામાં નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવુ થયુ કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો.. આ પછી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ઉતાવળમાં, જે વ્યક્તિના લગ્ન ગોઠવાયા હતા તેની શોધ શરૂ થઈ પણ પોલીસ તેને પણ શોધી શકી નહીં. અધિકારીઓનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં મામલો ઉકેલાઈ જશે.
સુહાગરાતના દિવસે જ કર્યો ખેલ
મામલો છે આગ્રાના એતમાદૌલાના સીતાનગર વિસ્તારનો. મળતી માહિતી મુજબ એક પરિવાર તેમના નાના દીકરાના લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન તેઓ આગ્રાના ટ્રાન્સ યમુના ફેઝ-2ના રહેવાસી જયપ્રકાશને મળ્યા. તેણે પોતાનો પરિચય વકીલ તરીકે આપ્યો. તેમણે ખાતરી આપી કે તેઓ એક એવી છોકરીને ઓળખે છે જેનો પરિવાર ગરીબ હતો અને તેઓ લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. જયપ્રકાશે આ માટે 1 મેના રોજ 40,000 આપ્યા અને 4 મેના રોજ જાણ કરી કે છોકરી અને તેનો પરિવાર દયાલબાગ પહોંચી ગયા છે. તેણે કહ્યું કે તે આજે જ લગ્ન કરી લેશે.
વચેટિયાએ વરરાજાને કર્યો કંગાળ
જ્યારે પરિવાર નક્કી કરેલા સ્થળે પહોંચ્યો ત્યારે જયપ્રકાશે બીજા 80 હજાર રૂપિયા લીધા. આ પછી મહાદેવ મંદિરમાં લગ્ન વિધિવત રીતે સંપન્ન થયા. 6 મેની રાત્રે, કન્યાએ સુહાગરાતના દિવસે વરરાજા અને પરિવારના સભ્યોને નશીલુ દૂધ પીવડાવ્યું. આખી રાત બેભાન હાલતમાં વિતાવી અને સવારે જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે કબાટમાંથી 1.30 લાખ રૂપિયાના દાગીના, સામાન અને રોકડ ગાયબ હતી. પીડિતાના પરિવારે વચેટિયા સહિત છ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
સંબંધીઓ નકલી નીકળ્યા
વરરાજાએ જણાવ્યું કે છોકરીએ તેને કહ્યું હતું કે તે મિર્ઝાપુરની રહેવાસી છે અને તેના કોઈ માતા-પિતા નથી. તેની સાથે રહેલા લોકોને તેણે કાકા, મામી, કાકી અને મામા ગણાવ્યા. બાદમાં જ્યારે છોકરીના મામા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કબૂલાત કરી કે પૈસા લઈને વકીલની સલાહથી તે કાકા બન્યો હતો. તેણે 10 હજાર રૂપિયા આ માટે લીધા હતા. પરંતુ લગ્ન પછી તેને ફક્ત 500 રૂપિયા જ મળ્યા.
વચેટિયાએ કહ્યું- ભૂલી જા, હું તારા ફરીથી લગ્ન કરાવીશ.
ઘટના પછી જ્યારે પરિવાર જયપ્રકાશ પાસે પહોંચ્યો, ત્યારે તેમણે કહ્યું કે કોઈ વાંધો નથી, જે થયું તે થઈ ગયું છે, તેને ભૂલી જાઓ. ચિંતા ના કરો, હું તમારા દીકરા માટે બીજા લગ્ન કરાવીશ. તેણે એવી ધમકી પણ આપી કે જો તેઓ પોલીસ પાસે જશે કે કોઈને કહેશે તો હું આખા પરિવારને ખોટા કેસમાં ફસાવી દઈશ.
પોલીસ તપાસ તેજ
આ મામલે પોલીસ કમિશનરેટના એસીપી હેમંત કુમારે જણાવ્યું હતું કે તેને નશીલા પદાર્થ પીવડાવ્યા પછી, છોકરી તેના ઘરેથી તેનો બધો સામાન લઈને ભાગી ગઈ હતી. આ સંદર્ભે એતમદૌલામાં પોલીસ સ્ટેશન કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અમે એક સંપૂર્ણ ટીમ તૈનાત કરીને આ ગેંગનો પર્દાફાશ કરવા વધુ તજવીજ હાથ ધરી છે.