ઉત્તર પ્રદેશની યોગી સરકારે શ્રી બાંકે બિહારીજી મંદિર ટ્રસ્ટ બિલ 2025 વિધાનસભામાં રજૂ કર્યુ છે. આ બિલના ડ્રાફ્ટમાં મંદિરની પરંપરાને સુરક્ષિત રાખવા, મેનેજમેન્ટને યોગ્ય કરવા અને આધુનિક સુવિધાઓને લઈ ઘણી જોગવાઈ સામેલ કરી છે. મંદિરના મેનેજમેન્ટ, નાણાકીય પારદર્શિતા અને તીર્થયાત્રીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પર ભાર મુકાયો છે. આ કામ 18 સભ્યનું ટ્રસ્ટ કરશે.


ટ્રસ્ટની પાસે રહેશે આ સ્વતંત્ર અધિકાર

બિલ મુજબ 20 લાખ રૂપિયા સુધીની લેણ-દેણ માટે ટ્રસ્ટની પાસે સ્વતંત્ર અધિકાર હશે. તેનાથી વધારેની લેણ-દેણ પર રાજ્ય સરકારની પરવાનગી લેવી જરૂરી હશે. બિલમાં સરકારે સ્પષ્ટ કર્યુ કે મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં કોઈ પણ હસ્તક્ષેપ નહીં થાય. બિલમાં કહેવામાં આવ્યું છે કે મંદિરનું દાન અને તમામ ચલ-અચલ સંપતિઓ પર ટ્રસ્ટનો અધિકાર રહેશે. તેમાં મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ, મંદિર પરિસરની અંદર દેવતાઓ માટે આપવામાં આવેલી ભેટ, કોઈ પણ ધાર્મિક કર્મકાંડ કે સમારોહ માટે આપવામાં આવેલી સંપતિ કે કેશ પર ટ્રસ્ટનો અધિકાર રહેશે. મંદિર પરિસર માટે મોકલવામાં આવેલા બેન્ક ડ્રાફ્ટ અને ચેક પણ તેમાં સામેલ છે. મંદિરની સંપતિઓમાં આભૂષણ, દાન સહિત બાંકી બિહારી મંદિરની તમામ ચલ અને અચલ સંપતિઓ ટ્રસ્ટ મેનેજ કરશે.

ટ્રસ્ટમાં કોણ થશે સામેલ ?

બિલમાં સરકાર તરફથી નિયુક્ત ટ્રસ્ટીઓના એક બોર્ડની રચનાની જોગવાઈ છે, જેમાં 11 નામાંકિત અને 7 હોદ્દેદાર સભ્યો સામેલ થશે. સાથે જ નામાંકિત સભ્યોમાં વૈષ્ણવ પરંપરાઓ કે પીઠ સંબંધિત 3 પ્રતિષ્ઠિત વ્યક્તિ, સનાતન ધર્મની અન્ય પરંપરાઓથી સંબંધિત 3 પ્રતિષ્ઠિત વ્યક્તિ સામેલ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં છે કેસ

તમને જણાવી દઈએ કે બાંકે બિહારી ટ3સ્ટનો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ તેને લાગુ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે બાંકે બિહારી ટ્રસ્ટ પર અસ્થાઈ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે અને આ કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાં રિફર કરી દીધો છે. કોર્ટે બાંકે બિહારી મંદિર ટ્રસ્ટ અધ્યાદેશમાં બનેલી કમિટીના સંચાલનને સસ્પેન્ડ કરી દીધી છે.    

  • Follow us on: