ઉત્તર પ્રદેશમાં છઠ પૂજાની ઉજવણી દરમિયાન એક મોટી દૂર્ઘટના થઇ છે. ચંદૌલીમાં સેલ્ફી લેતી વખતે એક હોડી પલટી ગઈ હતી. તેમાં સવાર ઘણા લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે.


ઘાટ પર એકત્ર થયેલા હજારો લોકોમાં ગભરાટ ફેલાયો

આ અકસ્માતને કારણે ઘાટ પર એકત્ર થયેલા હજારો લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઘાટ પર હાજર કેટલાક ગ્રામજનો તત્કાળ નદીમાં કૂદી પડ્યા હતા. ગ્રામજનો દ્વારા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.

પોલીસ પણ ડાઇવર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ડાઇવર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટના બાબુરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોડોચક ગામમાં બની હતી.

 છઠ પૂજા માટે ચંદ્રપ્રભા નદીના ઘાટ પર હજારો લોકો એકઠા થયા

અહેવાલો અનુસાર, છઠ પૂજા માટે ચંદ્રપ્રભા નદીના ઘાટ પર હજારો લોકો એકઠા થયા હતા. નદી પર એક કામચલાઉ હોડી ચાલી રહી હતી. પૂજા દરમિયાન કેટલાક લોકો બોટમાં ચઢી ગયા અને સેલ્ફી લેવા લાગ્યા અને હોડીએ સંતુલન ગુમાવ્યું, જેના કારણે ઘણા લોકો નદીમાં ખાબક્યા હતા. હોડી પલટી જતાં જ હોબાળો મચી ગયો હતો.

ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવવાયા

ઘાટ પર હાજર ગ્રામજનો પાણીમાં કૂદી પડ્યા. કોઈક રીતે, તેઓ ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળ રહ્યા. ઘણા વધુ ડૂબી ગયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ડાઇવર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી. ડાઇવર્સ હવે ડૂબી ગયેલા લોકોની શોધ કરી રહ્યા છે.


  • Follow us on: