ઉત્તરાખંડમાં ધરાલીમાં મંગળવારે વાદળ ફાટવાના કારણે વિનાશક પૂર આવતા સર્વત્ર તબાહી જોવા મળી રહી છે ત્યારે આ ઘટનાનું હવે વૈજ્ઞાનિકો પણ વિશ્લેશણ કરી રહ્યા છે. હિમાચલમાં ખરેખર વાદળ ફાટ્યું કે પછી ગ્લેશિયર તુટવાના કારણે કે પછી હિમ તળાવ ફાટ્યું તે વિશે અનેક ચર્ચા થઇ રહી છે.  જો કે સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે  હવામાન વિભાગના મત મુજબ જો 1 કલાકમાં 10 સેમી વરસાદ પડે તો વાદળ ફાટ્યુ કહેવાય પણ ધરાલીમાં વાદળ ફાટ્યાનો દાવો કરી શકાતો નથી. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં ધરાલીમાં 13.5 સેમી વરસાદ પડ્યો છે જેથી વાદળ ફાટ્યું કહી શકાય નહી. હવામાન વિભાગે કહ્યું કે વાદળ ફાટવાની વહેલી ચેતવણી આપવી મુશ્કેલ છે.


 વૈજ્ઞાનિકો અને હવામાન વિશેષજ્ઞોને શંકા

શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે ધરાલીમાં વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું પણ હવે વૈજ્ઞાનિકો અને હવામાનવિશેષજ્ઞો આ થિયરી પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે પૂરના સમયે ધરાલી અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જ વરસી રહ્યો હતો જે માત્ર 6.5 મિમીથી 27 મિમી સુધીનો હતોજે વરસાદ પુર જેવી ભયંકર સ્થિતિ માટે પૂરતો નથી.

ગ્લેશિયર કે હિમ તળાવ પણ તૂટ્યું હોઇ શકે

વૈજ્ઞાનિકો ઉપગ્રહ ચિત્રોના આધાર પર માની રહ્યા છે કે સંભવત આ પૂરનું કારણ ગ્લેશિયરના તૂટી પડવું અથવા હિમ તળાવનું અચાનક ફાટવું પણ હોઇ શકે છે.

લોકોને બચવાની પણ તક ના મળી

ઉપગ્રહ ચિત્રો બતાવે છે કે ખીરગંગા નદી ઉપર ઘણા ગ્લેશિયરો અને બેથી વધુ તળાવો છે.અને તે ફાટ્યું તેના કારણે પાણી, કાદવ અને કાટમાળ અત્યંત ઝડપથી નીચે વહેતો આવ્યો હતો જેના કારણે લોકોને બચી જવાની તક પણ ન મળી

બધુ જ તહસ નહસ થઇ ગયું

બીજી તરફ સ્થાનિક લોકો જણાવે છે કે તેમણે આવી વિનાશકારી પૂરની ઘટના પહેલા ક્યારેય જોઇ નથી. ખીરગંગા નદીનો પ્રવાહ અચાનક ધસી આવ્યો અને બધુ જ તહસ નહસ કરી નાખ્યું હતું. લોકોને ભાગવાનો પણ સમય મળ્યો ન હતો.


  • Follow us on: