ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાએ મુશ્કેલી સર્જી છે. 4 લોકોના મોત થયા છે જ્યારે 50થી વધારે લોકો ગુમ છે. સેના, આઇટીબીપી, એનડીઆરએફ દ્વારા 130થી વધારે લોકોને બચાવી લીધા છે. ત્યારે ધરાલીની સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા સીએમ ધામી ધરાલી પહોંચ્યા હતા. આ ઉપરાંત તેઓએ એરિયલ સરવે કરીને પણ પુરગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી હતી. 


સીએમ ધામીએ ધરાલીની લીધી મુલાકાત 

ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડને કારણે ઘણા રોડ રસ્તા બંધ થઇ ગયા છે. વાદળ ફાટવાથી વિનાશ થયો છે. ઘર, હોટલ્સ વગેરે પૂરમાં તણાઇ ગઇ છે. લોકોનું રેસક્યુ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે.  સીએમ ધામીએ કહ્યું કે અમારી તમામ એજન્સી કામ કરી રહી છે. વીજળી લાઇનોને ઠીક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.  રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 130 લોકોને બચાવી લેવાયા છે. ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઇડને કારણે સંપર્ક તૂટી ગયો છે.સ્થાનિકો રેસક્યુ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. 


લિમછા નદી પરનો પુલ ધોવાયો

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાના કારણે ખીર ગંગા નદીમાં આવેલા પૂરને કારણે ગંગોત્રી ધામના મુખ્ય સ્ટોપ ધરાલીમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગંગોત્રી હાઇવે પર ગંગનાની નજીક લિમછા નદી પરનો પુલ ધોવાઈ ગયો છે. તેના કારણે રાહત અને બચાવ ટીમો ધારાલી પહોંચી શકી નથી. હવે દોરડાની મદદથી ટીમને અહીં પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચી ગયા છે. તેમણે ધારાલી બજાર, હર્ષિલ અને આસપાસના વિસ્તારોમાં આપત્તિથી થયેલા નુકસાનનો હવાઈ સર્વે કર્યો છે. મુખ્યમંત્રી ઉત્તરકાશી સ્માર્ટ કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓ સાથે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે.


 ચિનૂક અને મિગ-17 છે તૈયાર                                                                                                                                                                                                                       

રેસક્યુ કામગીરીમાં ભારતીય વાયુસેનાનું ચિનૂક તથા mi-17 હેલિકોપ્ટર પણ સજ્જ છે. જેથી જરૂર પડ્યે જલ્દી કામગીરી કરી શકાય. ઉત્તરાખંડ સરકાર રાહત કાર્યોને પ્રાથમિકતા આપીને દરેક પ્રભાવિત નાગરિક સુધી સહાયતા પહોંચાડવા માટે કટિબદ્ધ છે. 

ભટવાડી નજીક ગંગોત્રી હાઇવે પર માર્ગ તૂટ્યો

ભટવાડી નજીક ગંગોત્રી હાઇવેનો દોઢસો મીટરનો ભાગ તૂટી ગયો છે. રસ્તો સંપૂર્ણપણે ખાડામાં પડી ગયો છે. જિલ્લા મુખ્યાલયથી ઉપલા તકનૌર અને હર્ષિલ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે. ધરાલી મોકલવામાં આવતી ફોર્સ અથવા લોજિસ્ટિક્સ પણ રસ્તામાં અટવાઈ ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાત્રે ફક્ત ભટવાડી પહોંચી શક્યા હતા. આજે સવારે, કેટલીક જગ્યાએ વાહનો અને પછી પગપાળા આગળ વધ્યા છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               

               

  • Follow us on: