દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જલદી જ પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી કે વંદે ભારત સ્લીપરનું સંચાલન ત્યારે શરૂ થશે, જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે. અધિકારીઓ મુજબ એક ટ્રેન લોન્ચ માટે તૈયાર છે, હાલમાં તેનું ટ્રાયલ અને ટેસ્ટિંગ દિલ્હીના શકુર બસ્તી કોચિંગ ડેપોમાં પૂર્ણ થઈ ચૂક્યું છે.


ઓક્ટોબરમાં જ વંદે ભારત સ્લીપર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે

રેલવે મંત્રીએ કહ્યું કે બીજી ટ્રેનનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને 15 ઓક્ટોબર 2025 સુધી તેને તૈયાર કરવાની આશા છે. અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે બંને ટ્રેનોને એકસાથે લોન્ચ કરવામાં આવશે. ત્યારે બીજી ટ્રેનનું નિર્માણ પૂર્ણ થયા બાદ ઓક્ટોબરમાં જ વંદે ભારત સ્લીપર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. જો કે હજુ સુધી એ કોઈ સ્પષ્ટતા થઈ નથી કે વંદે ભારત સ્લીપર ટ્રેન કયા રૂટ પર દોડશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બંને ટ્રેન તૈયાર થયા બાદ કોઈ રૂટની પસંદગી કરીને વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવશે.

વંદે ભારત ટ્રેન વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટસમાં સામેલ

હાલમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન નવી દિલ્હી અને પટનાની વચ્ચે શરૂ કરવામાં આવશે, કારણ કે બિહારમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવવાની છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટસમાં સામેલ છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવે છે. તેને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઈન કરવામાં આવી છે અને તેનો ટ્રાયલ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે કરવામાં આવ્યો છે.

પંજાબ અને હરિયાણામાં નવા પ્રોજેક્ટસ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટીએ મીડિયાને આગામી રેલવે પરિયોજનાઓ વિશે પણ જાણકારી આપી છે. તેમને કહ્યું કે પંજાબમાં 18 કિલોમીટર લાંબી રાજપુરા-મોહાલી રેલવે લાઈન આ વિસ્તારને અંબાલા-અમૃતસર મુખ્યલાઈનની સૌથી નાના રસ્તા દ્વારા ચંદીગઢ સાથે જોડશે. આ લાઈન રાજપુરા અને મોહાલીની વચ્ચે સીધો સંપર્ક કરાવશે. આ સિવાય દિલ્હી-ફિરોઝપુર કેન્ટની વચ્ચે પણ વંદે ભારત ચલાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જે ફરીદકોટ, ભટિંડા, ધુરી, પટિયાલા, અંબાલા, કુરૂક્ષેત્ર અને પાનીપત સ્ટેશનોને કવર કરશે. આ ટ્રેન દિલ્હી અને ફિરોજપુર છાવણીની વચ્ચે 486 કિલોમીટરનું અંતર 6 કલાક 40 મિનિટમાં કાપશે.    

  • Follow us on: