સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે 17 અને 18 સપ્ટેમ્બરે ટ્રેન રદ રહેશે, 18 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 17 સપ્ટેમ્બર 2025ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકો માટે 2 વધારાના વ્હીલ ચેરની સુવિધા

રેલવે અને સામાજિક સંસ્થાઓના સહકારથી રેલવે પ્રશાસન વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સદા તત્પર રહે છે. આ ક્રમમાં એક સામાજિક સંસ્થા દ્વારા દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર 2 વધારાની વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ વંદે માતરમ સંઘ તથા દાતાઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

  • Follow us on: