નિરીક્ષણ દરમિયાન પ્રદીપ કુમારે સાબરમતી સ્ટેશન પર પુનર્વિકાસ કાર્યો અંતર્ગત નવનિર્મિત મુસાફરોની સુવિધાઓ જેમ કે કોન્કોર્સ હોલ, વેઈટિંગ એરિયા, ટિકિટ બુકિંગ વિન્ડો, મુસાફરો માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ માર્ગ, લિફ્ટ તેમજ સ્ટેશન પર ઉપલબ્ધ અન્ય સુવિધાઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે તમામ પ્લેટફોર્મ પર જઈને ત્યાંની વ્યવસ્થાનું અવલોકન કર્યું તથા નિર્માણધીન ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, કવર શેડ વગેરે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી.


મેન્ટેનન્સ ડેપોની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી

આ અવસરે ઉપ મુખ્ય પરિયોજના પ્રબંધક (અમદાવાદ) અનંત કુમારે સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોની વિગતવાર માહિતી અપર મહાપ્રબંધકને આપી તથા આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા. અપર મહાપ્રબંધકે સાબરમતી સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો (ICD)નું પણ નિરીક્ષણ કર્યું, જ્યાં તેમણે કોચોના રખાવટ તથા સંચાલન સંબંધિત પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કર્યું. ખાસ કરીને તેમણે વંદે ભારત ટ્રેનસેટ માટે વિકસાવવામાં આવી રહેલા મેન્ટેનન્સ ડેપોની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા.

રેલવેના અધિકારીઓ રહ્યાં હાજર

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સેવાઓના ઉન્નયન, આધારભૂત સુવિધાઓના મજબૂતીકરણ તેમજ આધુનિક તકનીકોના અસરકારક અમલીકરણની દિશામાં સતત વિવિધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મુસાફરોને વધુમાં વધુ સુવિધા અને વિશ્વસ્તરીય સેવાઓ પૂરી પાડવા માટે નિરંતર પ્રયત્નશીલ છે. આ અવસરે ઉપ મહાપ્રબંધક સાથે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ, અપર મંડળ રેલ પ્રબંધક મંજુ મીણા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

  • Follow us on: