સોમવારે સાંજે ઉપરાષ્ટ્ર પતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામુ આપી દીધુ હતું. જે બાદ અટકળો શરૂ થઇ ગઇ હતી કે અચાનક રાજીનામુ કેમ આપ્યુ. તેમણે પોતે સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને આ પદેથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું.  વિવિધ પક્ષના નેતાઓ તેમના રાજીનામાને લઇને વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. પરંતુ હવે સવાલ એ છે કે ઉપરાષ્ટ્રપતિ પદે હવે કોણ. ત્યારે આ અંગે  ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


રાષ્ટ્રપતિએ મંજૂર કર્યુ હતું રાજીનામું 

ચૂંટણી આયોગે બુધવારે23 જુલાઈએ  આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે 22 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાની માહિતી આપી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ધનખડે સોમવારે 21 જુલાઈના રોજ  રાજીનામાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા ગયા હતા. રાષ્ટ્રપતિએ મંગળવારે રાજીનામું મંજૂર કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની લાયકાત શું હોવી જોઇએ ? 

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.

ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ.

તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માટે લાયક હોવા જોઈએ.

તેઓ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા કેન્દ્ર/રાજ્ય સરકારના મંત્રી પદ સિવાય કોઈપણ લાભનું પદ સંભાળી શકતા નથી.




  • Follow us on: