ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચોમાસા સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં તેમને સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.  જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં લખ્યું હતું કે હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપું છું અને ડોકટરોની સલાહનું પાલન કરું છું. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનુ રાજીનામુ મંજૂર કર્યું છે. 


પીએમ મોદીએ શું કહ્યું ? 

પીએમ મોદીએ જગદીપ ધનખડે રાજીનામુ આપવા અંગે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરુ છેું તેમણે ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશી સેવા કરવાનો અવસર મળ્યો છે.  


રાજીનામુ કર્યુ મંજૂર 

મહત્વનું છે કે જગદીપ ધનખડે સોમવારે અચાનક જ રાજીનામુ આપી દીધુ હતું. તેમણે તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપ્યાનું કારણ જણાવ્યું હતું. જેઓની ઉંમર 74 વર્ષ છે. તેઓ 2022થી આ પદ પર હતા. અચાનક રાજીનામુ આપી દેતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજીનામુ સ્વીકાર્યુ છે.


હું ઘણું શીખ્યો- જગદીપ ધનખડ 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  આ રાજીનામું બંધારણના અનુચ્છેદ 67 (a) અનુસાર છે. હું ભારતના રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમને તેમના કાર્યકાળ દરમિયાન મને સતત સમર્થન અને શાંતિપૂર્ણ કાર્યકારી સંબંધ પૂરો પાડ્યો. મારા માટે આ ખૂબ જ સુખદ અનુભવ હતો. જગદીપ ધનખડે વધુમાં કહ્યું કે હું માનનીય પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદનો પણ આભાર માનું છું. પ્રધાનમંત્રીનો સહયોગ મારા માટે અત્યંત મૂલ્યવાન રહ્યો છે અને મેં મારા કાર્યકાળ દરમિયાન તેમની પાસેથી ઘણું શીખ્યું છે.

  • Follow us on: