માઘ મેળામાંથી ફરી એકવાર એક સામાન્ય છોકરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 2025ના મહાકુંભમાં ફૂલ વેચનારી મોનાલિસા રાતોરાત વાયરલ થઈ ગઈ હતી, અને ત્યારબાદ તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. હવે એવી જ રીતે, માઘ મેળામાં બાસમતી નામની છોકરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


આંખોએ લોકોનું ખેંચ્યું ઘ્યાન

બાસમતી માઘ મેળામાં દાતણ અને માળા વેચવા આવી હતી. તેની સાદગી, માસૂમ ચહેરો અને ખાસ કરીને તેની આંખોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. થોડા જ સમયમાં તેની આસપાસ મોબાઈલ કેમેરાની ભીડ એકઠી થઈ ગઈ અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવા લાગ્યા.

વાયરલ વીડિયોમાં શું છે?

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ તેને “સપના” કહીને બોલાવે છે. ત્યારે છોકરી સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપે છે, “મારું નામ સપના નથી.” છતાં પણ વીડિયો બનાવનાર આગ્રહ કરે છે કે વીડિયો આ નામથી જ મૂકવામાં આવશે. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર લોકોની ભાવનાઓ વધુ ઉગ્ર બની છે.

બાસમતીને તેની કમાણી

જ્યારે બાસમતીને તેની કમાણી વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે સરળતાથી કહે છે કે “હજુ સુધી નફો પણ થયો નથી.” લોકો ખરીદી કરવા કરતાં માત્ર વીડિયો બનાવવા આવે છે. ભીડના કારણે તે યોગ્ય રીતે માળા પણ વેચી શકતી નથી. એટલે જે વાયરલ થવું આશીર્વાદ બનવું જોઈએ, તે હાલમાં તેની રોજગાર માટે સમસ્યા બની રહ્યી છે.

મોનાલિસા સાથે સરખામણી

ઘણા લોકો તેની સરખામણી મોનાલિસા સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે પણ આગળ જઈને સફળ થશે. સાથે જ કેટલાક યુઝર્સ એ પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે કે ગરીબ અને મહેનતુ લોકોને તેમની મંજૂરી વિના ફિલ્માવીને વાયરલ કરવું કેટલું યોગ્ય છે. બાસમતીની સાદગી, ઈમાનદાર જવાબો અને મહેનતએ ચોક્કસપણે લોકોના દિલ જીતી લીધા છે. હવે જોવાનું એ છે કે આ વાયરલ વીડિયો તેના જીવનમાં સાચું પરિવર્તન લાવશે કે પછી થોડા સમયની ચર્ચા બનીને રહી જશે. હાલ તો માઘ મેળાની આ છોકરી સોશિયલ મીડિયા પર નવીનતમ વાયરલ વાર્તા બની ગઈ છે.

માઘ મેળો ક્યાં ભરાય છે?

માઘ મેળો દર વર્ષે માઘ મહિનામાં (જાન્યુઆરી–ફેબ્રુઆરી) ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ કિનારે યોજાય છે. આ મેળામાં સ્નાન, કલ્પવાસ, સંતોના શિબિરો અને લાખો ભક્તોની હાજરી જોવા મળે છે.

આ પણ વાંચો : Mumbai Bus Accident: મુંબઇના ભાંડુપમાં બસે લોકોને કચડ્યા, જુઓ Video


  • Follow us on: