કેનેડામાં રહેતા એક ભારતીય યુવકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વિશાલ નામના આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ભારત અને કેનેડાના રોજિંદા જીવનની તુલના કરી છે. તેના અનુસાર, કેનેડામાં મધ્યમ વર્ગનું જીવન ભારતની તુલનામાં વધુ શાંતિપૂર્ણ, સ્વચ્છ અને ઓછી તણાવભર્યું છે.


વિડીયોની શરૂઆતમાં શું છે?

વિડીયોની શરૂઆતમાં વિશાલ પોતાના ઘરની નજીકનો રસ્તો બતાવે છે. રસ્તો સંપૂર્ણ શાંત છે, ટ્રાફિક જામ નથી અને કોઈ હોર્નનો અવાજ સંભળાતો નથી. વિશાલ કહે છે કે ભારતના મોટા શહેરોમાં આવી સ્થિતિ મળવી બહુ મુશ્કેલ છે. તેના મતે, હોર્ન ન વગાડવું માત્ર શાંતિનું નહીં પરંતુ નાગરિક સમજ, શિસ્ત અને ઓછા માનસિક તણાવનું પ્રતિબિંબ છે.

વ્યવસ્થિત માળખું અને સ્વચ્છ વાતાવરણ

વિડીયોમાં વિશાલ કેનેડાની જાહેર માળખાગત સુવિધાઓની પ્રશંસા કરે છે. તે જણાવે છે કે અહીં રસ્તા, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. સિસ્ટમ પર વિશ્વાસ રાખી શકાય એવો અનુભવ તેને થાય છે, જે મધ્યમ વર્ગના જીવનને સરળ બનાવે છે.

દર્શકોને થોડા ક્ષણ માટે આસપાસના અવાજો સાંભળવા

તે દર્શકોને થોડા ક્ષણ માટે આસપાસના અવાજો સાંભળવા કહે છે. વિડીયોમાં પક્ષીઓના કલરવ સ્પષ્ટ રીતે સાંભળાય છે. ત્યારબાદ તે પ્રશ્ન કરે છે કે ભારતના કયા મોટા શહેરમાં રોજિંદા જીવનમાં આવી સ્વચ્છ હવા અને કુદરતી અવાજો સરળતાથી મળી શકે છે? તેના કહેવા મુજબ, ઓછું પ્રદૂષણ અને શાંતિભર્યું વાતાવરણ જીવનની ગુણવત્તા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. “10 ગણું સારું જીવન” વાક્યથી ઊભી થયેલી ચર્ચા વિડીયો સાથે લખાયેલા કેપ્શનમાં વિશાલે કહ્યું હતું કે કેનેડામાં મધ્યમ વર્ગનું જીવન ભારત કરતાં 10 ગણું સારું છે. આ એક વાક્યે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી. ઘણા લોકો આ દાવા સાથે સંમત થયા, તો ઘણા લોકોએ તેને એકતરફી અને સરળીકૃત તુલના ગણાવીને ટીકા કરી.

લોકોની અલગ અલગ કમેન્ટ

ટિપ્પણી વિભાગમાં વિવિધ મંતવ્યો જોવા મળ્યા. એક યુઝરે લખ્યું કે શાંતિ અને સ્વચ્છ હવા મહત્વપૂર્ણ છે, પરંતુ પરિવારની નજીક રહેવું પણ એટલું જ મહત્વ ધરાવે છે. બીજા યુઝરે જણાવ્યું કે કેનેડામાં સારી સુવિધાઓ હોઈ શકે, પરંતુ ભારતમાં તકો વધારે છે અને પોતાની ઓળખ બનાવવાની શક્યતા પણ છે.

સમર્થન અને વિરોધ – બંને બાજુના અભિપ્રાયો

કેટલાક યુઝર્સે વિશાલના વિચારોને ટેકો આપ્યો. એક યુઝરે કહ્યું કે વિદેશમાં મધ્યમ વર્ગનું જીવન સરળ લાગે છે કારણ કે ત્યાં સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે. નિયમોનું પાલન થાય છે અને રોજિંદા કામોમાં ઓછો સંઘર્ષ કરવો પડે છે. બીજા યુઝરે લખ્યું કે પૈસા જ બધું નથી; ખુશી અને સંતોષ વ્યક્તિની વિચારસરણી અને પ્રાથમિકતાઓ પર આધાર રાખે છે. કેટલાક લોકોએ એ પણ ઉમેર્યું કે દરેક દેશના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે, તેથી ભારત અને કેનેડાની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.

આ પણ વાંચો : World : શું દુનિયા ડૂબી જશે? 2026ને લઈને વધુ એક ભવિષ્યવાણી


  • Follow us on: