વક્ફ સંશોધન બિલને લિને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યું કે કોર્ટે ભારતની સંસદનો નિર્ણય યથાવત રાખ્યો છે. તેમણે એ પણ કહ્યું કે જ્યારે કોઇ કાયદો સંસદમાં બને છે ત્યારે તેને દૂર કરી શકાતુ નથી. આ વાત પર સુપ્રીમ કોર્ટે મ્હોર મારી છે.


લોકશાહી માટે સારો સંકેત- કિરેન રિજિજૂ 

કોર્ટના આદેશ પર રિજિજૂએ કહ્યું કે વક્ફ સંશોધન અધિનિયમ પર સુનાવણી બાદ આજે સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશનું સ્વાગત કરુ છું. સુપ્રીમ કોર્ટ સમગ્ર વિષયથી વાકેફ છે. આ મામલાને બહુ વિસ્તારથી પ્રસ્તુત કરવામાં આવ્યો. સરકાર તરફથી અમારા સોલિસિટર જનરલએ સુપ્રીમ કોર્ટમાં કાયદાની જોગવાઈઓ, તેના ઈરાદા અને સરકારના વિચારને વિગતવાર રજૂ કર્યા છે. મારું માનવું છે કે સુપ્રીમ કોર્ટની બેન્ચે જે પણ નિર્ણય આપ્યો છે તે આપણા લોકશાહી માટે ખૂબ જ સારો સંકેત છે, કારણ કે જ્યારે કોઈ કાયદો સંસદમાં બનાવવામાં આવે છે, ત્યારે તેને નકારી શકાય નહીં અને આજે સુપ્રીમ કોર્ટે આને મંજૂરી આપી છે.

હું નિર્ણયથી સંતુષ્ટ - કિરેન રિજિજૂ 

કિરેન રિજિજૂએ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ છું અને કારણ કે તે દેશની સર્વોચ્ચ અદાલત છે, જ્યારે પણ સુપ્રીમ કોર્ટમાંથી કોઈ નિર્ણય આવે છે, ત્યારે તેનો પ્રભાવ પડે છે, અને એક રીતે ભારતની સંસદના નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે.


આજે સુપ્રીમ કોર્ટમાં શું થયું?

આ પહેલા સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા અધિનિયમ, 2025 અંગે મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કાયદા પર રોક લગાવવાની માંગ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદાને ફક્ત દુર્લભ કિસ્સાઓમાં જ રોકી શકાય છે. અમે એવું માન્યું છે કે ધારણા હંમેશા કાયદાની બંધારણીયતાની તરફેણમાં હોય છે. કોર્ટે એમ પણ કહ્યું કે રાજ્ય વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે. આ સાથે સુપ્રીમ કોર્ટે એ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે જે મુજબ ફક્ત તે લોકો જ વકફ બનાવી શકે છે જે છેલ્લા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે. કોર્ટે કહ્યું છે કે આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમો બનાવવામાં ન આવે.


  • Follow us on: