ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સોમવારે ઇન્ડિયા ગઠબંધન પર નિશાનો સાધ્યો છે. તેજસ્વી યાદવે વક્ફ સંશોધન બિલ પર આપેલી નિવેદન પર તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બાબ સાહેબના સંવિધાનને મજાક બનાવી રહ્યા છે. રામ મનોહર લોહિયા, જય પ્રકાશનો સમાજવાદ આજ હતો શું ? બીજેપી અને જેડીયૂ સમાજવાદની સાથે ઉભી છે. આરજે઼ડી અને સપા જેવા દળો નમાજવાદ સાથે ઉભા છે. આ લોકોની સરકાર આવશે તો સરિયા કાયદો લાગૂ કરી દેશે. આ લોકો આતંકીઓને બચાવનારા છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે વક્ફને લઇને તેજસ્વી યાદવ જણાવે કે.. સંસદમાં લાલુજીના નિવેદન જોઇ લો, વક્ફની જમીન પર કેટલી હોસ્પિટલ, કોલેજ, ઇન્સ્ટીટ્યુટ છે તે કહે. તેઓ ત્રાજવા લઇને તોલે છે કે કઇ માઇનોરીટી છે. એ હિસાબે તેઓ વાત કરે છે. યમુના નગરમાં ગુરુદ્વારા પર વક્ફ બોર્ડે દાવો કરી દીધો, કોઇ કંઇ જ બોલ્યું.
શરિયાને સંવિધાનથી ઉપર ગણે છે- સુધાંશુ ત્રિવેદી
કોંગ્રેસની સરકારે શરિયાને સંવિધાનથી ઉપર કરી દીધું. તેઓ દલિત વંચિતો પાસે અનામતને ખાવા માગે છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 લાવીને SC,ST, OBCની અનામત ખતમ કરી દીધી. પાછળ દરવાજાથી અનામતમાં સેંધ પાડવાનું કામ પાર્ટીઓ કરી રહી છે. બંગાળમાં તો ઓબીસીમાં મુસ્લિમ જાતિઓ ભેળવી દીધી. કર્ણાટકમાં પણ ઓબીસી અનામતમાં મુસ્લિમને આપવામાં આવી રહી છે. આ મુલ્લા મૌલવીનો નમાજવાદ છે.
વિપક્ષને આપ્યો વળતો જવાબ
તેમણે મીડિયા સંબોધનમાં સીધો જ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે કહ્યું કે વકફ સુધારો કાયદો હવે સંસદ દ્વારા પસાર કરાયેલ અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલ કાયદો છે. તે હવે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને અલ્હાબાદ અને કલકત્તા હાઈકોર્ટના ઘણા નિર્ણયો આ કાયદાના સમર્થનમાં છે.
તેજસ્વી યાદવના નિવેદનને લઇને વળતો જવાબ
સુધાંશુ ત્રિવેદીએ આ અંગે સોમવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે દુઃખની વાત છે તે પટનાના ગાંધી મેદાનમાં કે જ્યાં ઇમરજન્સી દરમિયાન સંવિધાનની રક્ષા અને સન્માન માટે જીવનો પરવાહ કર્યા વિના લાખો લોકો એકત્ર થયા હતા. ત્યાં જ ગઇકાલે એક રેલી થઇ. જેમાં ઇન્ડિયા ગઠબંધનના સહયોગી બિહારના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે સંસદના કાયદા (વક્ફ બોર્ડ કાયદો) કચરા પેટીમાં ફેંકી દો.અમે આ કાયદો લાગ નહી થવા દઇએ. જ્યારે આ કાયદો બંને ગૃહોમાં પસાર થયો છે. કોર્ટમાં વિચારાધીન છે. આનો અર્થ એ થયો કે તેઓ ન તો સંસદનું સન્માન કરી રહ્યા છે કે ન તો ન્યાયપાલિકાનું સન્માન.