હવામાન વિભાગે એક બે દિવસ પહેલા ભયંકર ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. IMDની આ ભવિષ્યવાણી આજે સાચી પડી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસાદ આવવાથી 46 ડિગ્રીમાં તપી રહેલા લોકોને રાહત મળી હતી. ભારે પવનને કારણે વિજળી પણ ગુલ થઈ ગઈ હતી. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમમાં બંગાળની ખાડીમાં સતત નવી સિસ્ટમ ડેવલપ થવાને કારણે ચોમાસાએ ફરી એક વખત પોતાની ગતિ પકડી છે. વરસાદ ફરી શરૂ થઈ ગયો છે. મુંબઈમાં દોદમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ભારતમાં કેરળ, કરાણાટક, તમિલનાડુ જેવા પ્રદેશોમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે.
દિલ્હીના સફદરગંજ એન્કલેવમાં વાવાઝોડાને કારણે મોબાઈલ ટાવર પણ તૂટી ગયો. એટલું જ નહીં ભારે વરસાદને કારણે ફિરોજશાહ રોડ પર એક ઝાડ પણ પડડી ગયું. ઘણા સ્થળોએ વરસાદને કારણે પાણીના ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. વરસાદ બાદ દિલ્હીના લોકોને ગરમીમાં રાહત મળી છે.












