આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે અને પવનમાં ભેજથી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.


જાણો કયાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત તરફ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, વેધર મેપ પ્રમાણે, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજયમાં વરસાદની આગાહી કરાઈ છે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, બીજી તરફ ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  • Follow us on: