ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં આજે પણ રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જાણો કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત તરફ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, વેધર મેપ પ્રમાણે, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદનું એલર્ટ

આ જ રીતે અસમ, મેધાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 3 થી 4 જૂન સુધી સતત વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. સ્કાઈમેટના વેધર અનુસાર આવનાર 24 કલાકોમાં સિક્કીમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના તટના વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.


  • Follow us on: