ભારતના અલગ-અલગ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે. આ સાથે વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. જૂનની શરૂઆતમાં જ યૂપી, બિહાર, અસમ, મણિપુર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દેશા ઘણા એરિયાઓમાં ધીમો વરસાદ વરસી રહ્યો છે. આ તમામની વચ્ચે હવામાન વિભાગે હજી પણ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની સંભાવના દર્શાવી છે. 4 જૂનથી ઘણી જગ્યાઓએ પ્રિ મોન્સુનની અસર જોવા મળી શકે છે. દેશના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 11 રાજ્યોમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં વિજળી, હળવો વરસાદ સહિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
અસમમાં પૂરની ગંભીર સ્થિતિ
અસમમાં પુરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મ-તકોની સંખ્યા 11 સુધી પહોંચી ગઈ છે અને 5.35 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આવનાર થોડા દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ
ઉત્તરાખંડમાં 6 જૂન સુધી ઘણા ભાગોમાં હળવા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટા ભાગના ભાગોમાં વિજળી સાથે વરસાદનું એલર્ટ કરાયું છે. જેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ
અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે, ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.
મિઝોરમની રાજધાની આઈઝોલમાં મંગળવારે સતત ચોથા દિવસે સ્કૂલો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. જિલ્લા તંત્રએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને સુરત્ક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.