દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આવનારા થોડા દિવસોમાં તેને પ્રભાવ પણ વધશે. ભારતીય હવામાન વિભાગે 21 જૂનથી 26 જૂન સુધી ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં પુરની સ્થિતિ સર્જાઈ છે. 


ગુજરાત અને મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 21 જૂને ગુજરાતના ગણા ભાગોમાં ભારેતી અતિ ભારે વરસાદની સંભાવના જતાવવમાં આવી છે. તો 23 જૂને મધ્ય પ્રદેશમાં પણ ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ એરિયામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, રસ્તા પર ખાડાઓ પડી જવા અને ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ છે. 

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી

ચોમાસાએ દક્ષિણ-પશ્ચિમમાં 18 જૂને પ્રવેશ કર્યો ત્યારબાદથી પ્રદેશના અલગ-અલગ વિસ્તારમાં મૂશળધાર વરસાદનો માહોલ શરૂ થઈ ગયો છે. આજે 22 જૂને પ્રદેશનું હવામાન કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. IMDના અનુમાન પ્રમાણે ઉત્તર પ્રદેશના અનેક સ્થળો પર વિજળી સાથે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય પૂર્વિય ઉત્તર પ્રદેશના સ્થળો પર વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગ તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે આજે પશ્ચિમી ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં મેઘ ગર્જનાની સાથે આકાશમાંથી વિજળી થવાની સંભાવના છે. તો ત્યાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય કેટલાક સ્થલોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. 




  • Follow us on: